- બાંગ્લાદેશી સાંસદની પુત્રી મુમતરીન ફિરદૌસે ઢાકામાં પોલીસને આ અંગે જાણ કરી હતી.
કોલકતા, ભારત સારવાર માટે આવેલા બાંગ્લાદેશના સાંસદની હત્યા,કેસમાં ત્રણની ધરપકડ
ભારત સારવાર માટે આવેલા બાંગ્લાદેશી સાંસદ અનવારુલ અઝીમની કોલકાતામાં હત્યા કરવામાં આવી હતી. અહેવાલ છે કે તેઓ ૧૧ મેના રોજ સારવાર માટે પશ્ચિમ બંગાળ પહોંચ્યા હતા. આ પછી તે અચાનક ગાયબ થઈ ગયા. તેમનું છેલ્લું જાણીતું સ્થાન રાજરહાટ, કોલકાતામાં સંજીવા ગાર્ડન્સ હતું. આ મામલે ફરિયાદ મળ્યા બાદ પોલીસે ગુમ થયાની નોંધ કરી તપાસ શરૂ કરી છે. જોકે, બુધવારે બાંગ્લાદેશના ગૃહ પ્રધાન અસદ્દુજમાન ખાને જાહેરાત કરી હતી કે અઝીમની હત્યા કરવામાં આવી છે. બાંગ્લાદેશ પોલીસે આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે.ભારતમાં ગુમ થયેલા અવામી લીગના સાંસદ અજમી અંસારની કોલકાતાના એક ફ્લેટમાં હત્યા કરવામાં આવી હતી, એમ તેમણે જણાવ્યું હતું. અત્યાર સુધી એ વાત સામે આવી છે કે તેના હત્યારા બાંગ્લાદેશી છે. તેઓએ કાવતરું ઘડીને સાંસદનો જીવ લીધો.
મંત્રીએ કહ્યું કે બાંગ્લાદેશ પોલીસે ૫૬ વર્ષીય સાંસદની હત્યાના સંબંધમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે. જ્યારે તેમને મૃતદેહ વિશે પૂછપરછ કરવામાં આવી ત્યારે મંત્રીએ કહ્યું કે તેમને હજુ સુધી આ વિશે માહિતી મળી નથી. અસદુજમાને કહ્યું કે તેઓ ટૂંક સમયમાં આ કેસમાં હત્યા પાછળના કારણોનો ખુલાસો કરશે. ભારતીય પોલીસ પણ આ મામલે માહિતી એકઠી કરી રહી છે.
નોંધનીય છે કે અનવારુલ અઝીમ અવામી લીગ પાર્ટીમાંથી ત્રણ વખત સાંસદ રહી ચૂક્યા છે અને કાલીગંજ ઉપજિલ્લા એકમના પ્રમુખ પણ છે. એવું કહેવામાં આવ્યું છે કે ઝીનેડા સંસદીય મતવિસ્તારમાં ગુનાના આંકડા ખૂબ ઊંચા હતા જ્યાંથી તેઓ ચૂંટાયા હતા.અઝીમ ૧૨ મેના રોજ સારવાર માટે ભારત આવ્યો હતો. ૧૮ મેના રોજ કોલકાતાના બદનગર પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થવા અંગેનો રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો હતો. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ આ ઘટના પર આશ્ર્ચર્ય અને શોક વ્યક્ત કર્યો છે.
બાંગ્લાદેશની સત્તાધારી પાર્ટી અવામી લીગના સાંસદ અનવારુલ અઝીમ અનાર ૧૨ મેના રોજ કોલકાતામાં સારવાર માટે આવ્યા બાદ છેલ્લા આઠ દિવસથી ગુમ હતાં . કોલકાતામાં બાંગ્લાદેશના ડેપ્યુટી હાઈ કમિશનના એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી. સાંસદ અનવારુલ અઝીમ અનાર ૧૨ મેના રોજ કોલકાતામાં સારવાર માટે આવ્યા હતા. ત્યારબાદ તેઓ બે દિવસ પરિવારના સંપર્કમાં રહ્યા હતા. પરંતુ છેલ્લા ૮ દિવસથી તેમનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી. ૧૩ મેના રોજ તે કોઈને મળવા જવાનું કહીને તેના મિત્રના ઘરેથી નીકળ્યા હતા પરંતુ પાછા આવ્યો ન હતો. આ પછી તેના મિત્રએ પોલીસમાં ફરિયાદ નોંધાવી.
મળતી માહિતી મુજબ, બેરકપોર કમિશનરેટમાં વ્યક્તિના ગુમ થવાની લેખિત ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં અંતિમ ટાવર લોકેશન બિહારમાં હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે બિહાર પોલીસના એક અધિકારીએ કહ્યું કે અનાર છેલ્લા આઠ દિવસથી ગુમ હોવા છતાં તેના ફોન પરથી પરિવારના સભ્યોને સંદેશા મોકલવામાં આવ્યા હતા કે તેઓ નવી દિલ્હી જવા રવાના થયા છે. સાંસદના પરિવારજનોના જણાવ્યા અનુસાર, તેઓ ગુમ થયા બાદ બે દિવસ સુધી પરિવાર અને પક્ષ બંનેના સંપર્કમાં હતા, ત્યારથી તેમનો કોઈ સંપર્ક થયો નથી. બંગાળ પોલીસના જણાવ્યા અનુસાર તેમનું છેલ્લું લોકેશન બિહારમાં મળ્યું હતું. તેમનો ફોન ૧૪ મેથી બંધ છે. બાંગ્લાદેશી સાંસદની શોધમાં બંગાળ પોલીસને બિહાર પોલીસ પણ મદદ કરી રહી છે. પોલીસ તેમને શોધવામાં વ્યસ્ત છે.