નવીદિલ્હી,
આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના માત્ર ૩૪૭ નવા કેસ નોંધાયા છે. દેશમાં કોરાનાના કેસમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. શુક્રવારે (૨૫ નવેમ્બર) આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના માત્ર ૩૪૭ નવા કેસ નોંધાયા છે.
આ સમયગાળા દરમિયાન ત્રણ દર્દીઓના મૃત્યુ પણ થયા હતા. આ સિવાય દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા ઘટીને ૫,૫૧૬ થઈ ગઈ છે. રોગચાળાની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ ૫,૩૦,૬૦૪ લોકોના મોત થયા છે અને ૪,૪૧,૩૪,૭૧૦ લોકો સ્વસ્થ થયા છે.
છેલ્લા ૨૪ કલાકમાં ચેપને કારણે દિલ્હી, ગુજરાત અને કર્ણાટકમાં એક-એક દર્દીનું મોત થયું છે. આ પહેલા ગુરુવારે દેશમાં કોરોના સંક્રમણના ૪૦૮ નવા કેસ નોંધાયા હતા. જ્યારે પાંચ લોકોના મોત થયા હતા. ગઈકાલની સરખામણીમાં આજે ૬૧ નવા કોરોના દર્દીઓ સામે આવ્યા છે. ડેટા અનુસાર, દર્દીઓનો રાષ્ટ્રીય સ્વસ્થ થવાનો દર ૯૮.૮૦ ટકા છે. જ્યારે મૃત્યુ દર ૧.૧૯ ટકા છે. રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોવિડ-૧૯ વિરોધી રસીના ૨૧૯.૮૯ ડોઝ આપવામાં આવ્યા છે.