દેશમાં કોરોના સંક્રમણ સામેની વેકસીનની તૈયારી છે જેમાં અમેરિકન કંપની ફાઈઝર દ્વારા જે વેકસીન તૈયાર કરવામાં આવી છે તે ભારતને પણ આપવા કંપનીની તૈયારી છે પરંતુ આ વેકસીનના ભાવ અત્યંત ઉંચો છે અને તેથી ભારત સરકારને આ વેકસીન ખરીદવામાં રસ નથી. ઉપરાંત ફાઈઝરની આ વેકસીનને માઈનસ 70 ડીગ્રી સેલ્સીયસ તાપમાનમાં રાખવી પડે છે. ભારતમાં હાલ જે વેકસીનની ટ્રાયલ છે તે તમામ 8થી10 ડીગ્રી માઈનસ તાપમાનમાં પણ સચવાઈ જાય છે. જેના કારણે કોઈ ખાસ વ્યવસ્થા કરવી પડતી નથી. જો કે ફાઈઝર કંપનીએ તેની વેકસીનની કિંમત ઘટાડવા માટે તૈયારી કરી છે.