નવીદિલ્હી,
ભારત જોડો યાત્રા બાદ વધુ આક્રમક બનેલા કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, ભારતમાં ફાંસવાદનું આગમન થઈ ગયુ છે કારણ કે લોકશાહીનાં માળખાને તોડી પાડવામાં આવી રહ્યા છે અને સંસદમાં યોગ્ય રીતે કામ કરતી નથી પરંતુ જો વિપક્ષ ફાંસવાદ સામે મજબુત વિકાસ આપે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૨૦૨૪ ની ચૂંટણીમાં પરાજીત કરી શકાય છે. તેઓએ કહ્યું કે વિપક્ષે એક થવુ પડશે તો ૨૦૨૪ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૧૦૦ ટકા હરાવી શકાશે.
રાહુલ ગાંધીએ ઈટલીના એક અખબારને આપેલી મુલાકાતમાં પરિવારવાદ અંગે તેમના પર જે આરોપ લાગી રહ્યા છે તેનો જવાબ આપતા કહ્યું કે અમારા પરિવાર પાસે એક વિચાર છે એ વિચાર જેનાથી ભારતની સ્થાપના થઈ હતી. અમારૂ એક મીશન છે અમારૂ દેશ માટે એક મિશન છે અને જરૂર પડી તો દેશ માટે અમારી જીંદગી પણ અમારૂ જીવન પણ આપી શકીએ છીએ.
મારા દાદી અને માતા પિતાએ દેશ માટે પોતાના જીવનનું બલીદાન આપ્યું હતું.મારા માતાનો જન્મ ભલે ઈટાલીમાં થયો હોય પણ તેણે પોતાનું સમગ્ર જીવન ભારત માટે સમર્પિત કર્યું છે અને હું પણ મારા જીવનના અંત સુધી આ વિચારોની સાથે જ રહેલ રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રામાં કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ૩૫૦૦ કી.મી.ની લાંબી સફર કરી હતી અને તે સમયે તેઓએ દાઢી કરાવી ન હતી.
રાહુલે કહ્યું કે, યાત્રા સમયે દાઢી નહિ કરાવવાનો મે નિર્ણય લીધો હતો. પણ હવે દાઢી રાખવી કે નહીં તે નિર્ણય લઈશ.તેઓએ લગ્ન શા માટે ન કરવા તેવા પ્રશ્ર્નના જવાબમાં કહ્યું કે મને પણ બહુ આશ્ર્ચર્ય થાય છે અને સાચો જવાબ ખબર નથી મે શા માટે લગ્ન કર્યા નથી.પરંતુ જીવનમાં કરવા માટે અન્ય પણ ઘણુ બધુ છે સાથે એ પણ કહ્યું કે હું બાળકોની ઉછેરવાની અને તેની સંભાળ પણ રાખવા માંગુ છુ.