ભારતમાં સીએએ લાગુ થતાં જ પાક.માં પડ્યા પડઘા, હિન્દુ મંદિર પર હુમલો થયો

ઇસ્લામાબાદ, ભારત સરકારે તાજેતરમાં નાગરિક્તા કાયદો (સીએએ) લાગુ કર્યો છે. આમાં પાડોશી દેશ પાકિસ્તાનના ધામક લઘુમતીઓ પણ સામેલ છે. આવી સ્થિતિમાં તેની અસર પાકિસ્તાનમાં દેખાવા લાગી છે. આના કારણે પાકિસ્તાનમાં હિન્દુઓ અને શીખોની પ્રોપર્ટીની કિંમતો ઘટી છે અને ઘણા લોકો તેમની પ્રોપર્ટી ઓછી કિંમતે વેચી રહ્યા છે. તેમજ આ કાયદાના અમલ બાદ ખૈબર પખ્તુનખ્વામાં ૨૦૦ વર્ષ જૂના મંદિરને તોડી પાડવાનો પ્રયાસ પણ થયો છે. પ્રાંતના ગુપ્તચર સૂત્રોએ આ અહેવાલને સમર્થન આપ્યું છે. પાકિસ્તાનના નેશનલ કમિશન ફોર માઈનોરિટીઝ (એનસીએમ) ના જયપાલ છાબરિયાએ પણ પેશાવરથી સ્થળાંતર કરીને ૧૩ થી ૨૦ હિન્દુ અને શીખ પરિવારો વિશે વાત કરી અને હવે તેમની મિલક્તો વેચવાનું નક્કી કર્યું છે. છાબરિયાએ જણાવ્યું કે આમાંથી એક શીખ પરિવારે પોતાની ૨ કરોડ પાકિસ્તાની રૂપિયાની સંપત્તિ ૧.૩૫ કરોડમાં વેચી દીધી.

એક અહેવાલ અનુસાર,”ઉદ્યોગ સાહસિકો હોવાને કારણે, હિન્દુઓ અને શીખોએ પાકિસ્તાનમાં નફાકારક કરિયાણાની દુકાનો, ફાર્મસીઓ અને અન્ય વ્યવસાયો બનાવ્યા હતા જે હવે સસ્તામાં ઉપલબ્ધ છે. સિંધની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પડી ભાંગી છે,” એનસીએમ સભ્યએ જણાવ્યું હતું, તેથી, મોટાભાગના ત્યાંના હિંદુઓ ભારત પહોંચીને ત્યાંની નાગરિક્તા લેવા માગે છે. જો કે આ સરકારની લાગણી નથી, પરંતુ પાકિસ્તાન સરકાર લઘુમતીઓનું ભારતમાં સ્થળાંતર રોકવામાં નિષ્ફળ રહી છે.” પાકિસ્તાની મીડિયાએ પણ બે સદી જૂના હિંદુ મંદિરને તોડી પાડવાના પ્રયાસોની જાણ કરી છે. આ મંદિર કેપીકેના સ્વાબી જિલ્લાના રાજજર તહસીલના દગાઈ ગામમાં છે.

સ્થાનિક મીડિયા અનુસાર મંદિરની આસપાસ રહેતા હિંદુઓએ મંદિરને તોડી પડતું બચાવ્યું છે. સિંધ સ્થિત લઘુમતી અધિકાર સંગઠન દરાવર ઇતેહાન્ડના પ્રમુખ અને સંસ્થાપક શિવ કાછીએ મંદિરમાં તોડફોડની જાણકારીને નકારી કાઢીને કહ્યું કે જો આવું થયું હોય તો અમે તેની સખત નિંદા કરીએ છીએ અને તેની તપાસ કરીશું. શિવ કાચિને તેને ભારતમાં ઝ્રછછના અમલ સાથે જોડવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે ભારતમાં ઝ્રછછ લાગુ થયા બાદ પાકિસ્તાનમાં લઘુમતીઓ વિરુદ્ધ હિંસાની વાતોમાં કોઈ સત્ય નથી.

સીએએના નોટિફિકેશનથી પાકિસ્તાની હિંદુઓમાં ખુશીનો માહોલ છે. ૨૦૦૬ થી ગુરદાસપુરમાં હિન્દુ વેલ્ડર સર્જન દાસ હવે ભારતીય નાગરિકત્વની આશા રાખી રહ્યા છે. ભારતમાં રહેતા પાકિસ્તાની હિન્દુઓ CAA હેઠળ નાગરિક્તા માટે ઓનલાઈન અરજી કરવા માટે તૈયાર છે. નાગપુરમાં ૨,૦૦૦ પાકિસ્તાની હિન્દુઓ નાગરિક્તા (સુધારા) અધિનિયમ ૨૦૧૯ હેઠળ ભારતીય નાગરિક્તા માટે આતુરતાથી અરજી કરી રહ્યા છે.