ભારતમાં ૨૦૨૮ સુધીમાં અત્યંત વધુ ધનિકોની સંખ્યામાં ૫૦% વધારો થશે

નવીદિલ્હી,ભારતમાં ૨૦૨૮ સુધીમાં અલ્ટ્રા હાઈ નેટવર્થ વ્યક્તિઓની સંખ્યામાં સૌથી વધુ વૃદ્ધિ થશે. નાઈટ ફ્રેક્ધ એલએલપીના અહેવાલ મુજબ, તેમની સંખ્યામાં ૫૦.૧% વધારો થવાની ધારણા છે. તેમની સંખ્યા ૨૦૨૩ માં ૧૩,૨૬૩ થી વધીને ૨૦૨૮ માં ૧૯,૯૦૮ થઈ શકે છે. વૈશ્ર્વિક સ્તરે, પાંચ વર્ષમાં અલ્ટ્રા હાઈ નેટવર્થ વ્યક્તિની સંખ્યામાં ૨૮.૧%નો વધારો થશે, જ્યારે એશિયામાં તે ૩૮.૩% વધવાની ધારણા છે.

ભારત પછી આ મામલામાં મેઇનલેન્ડ ચીન (૪૭%), તુર્કી (૪૨.૯%) અને મલેશિયા (૩૪.૬%) આવે છે. વેલ્થ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ૨૦૨૮ સુધીમાં એશિયા-પેસિફિકમાં અન્ય કોઈપણ ક્ષેત્ર કરતાં વધુ સંપત્તિનું સર્જન થશે. લંડન સ્થિત હેનલી એન્ડ પાર્ટનર્સે શોધી કાઢ્યું કે ભારતમાંથી વિશ્ર્વના અન્ય દેશોમાં સ્થળાંતર કરનારા ભારતીય એચએનડબ્લ્યુઆઈની સંખ્યા ૨૦૨૨માં બીજા નંબરે સૌથી વધુ હતી. ગયા વર્ષે સંસદમાં રજૂ કરાયેલા ડેટા અનુસાર, ૨૦૨૨ માં ૨ લાખથી વધુ ભારતીયો તેમની નાગરિક્તા છોડી દે તેવી અપેક્ષા છે.

વિશ્ર્વભરમાં એચએનડબ્લ્યુઆઈની સંખ્યા વાષક ૪.૨% વધીને ૨૦૨૩ માં ૬,૨૬,૬૧૯ સુધી પહોંચવાની અપેક્ષા છે. ગયા વર્ષે ભારતમાં અતિ સમૃદ્ધ લોકોની સંખ્યામાં ૬.૧%નો વધારો થયો છે.