નવીદિલ્હી, ભારત અવાર નવાર આતંકવાદને લઇને ચિંતા વ્યક્ત કરી રહ્યુ છે. આતંકવાદ સામે લડવા બધા દેશોને ભેગા મળીને લડવાની અપીલ કરી રહ્યું છે. ત્યારે લોક્સભા સ્પીકર ઓમ બિરલાએ પણ આતંકવાદ વિશે મહત્વની વાત કરી.
લોક્સભાના સ્પીકર ઓમ બિરલાએ કહ્યું હતું કે ભારત તેના તમામ સ્વરૂપોમાં આતંકવાદની નિંદા કરે છે. આતંકવાદને શાંતિ અને વિકાસમાં અવરોધ ગણાવતા ઓમ બિરલાએ વૈશ્ર્વિક શાંતિ અને સમૃદ્ધિ માટે હાકલ કરી હતી. તેમણે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદમાં કહ્યું કે શાંતિપૂર્ણ અને સમૃદ્ધ વિશ્ર્વની સ્થાપના થવી જોઈએ. તેમણે કહ્યું કે આતંકના તમામ સ્ત્રોતોને સામૂહિક નિશ્ર્ચય સાથે ખતમ કરવા પડશે.
મહત્વનું છે કે દિલ્હીના યશોભૂમિ સેન્ટર ખાતે તાજેતરમાં પૂર્ણ થયેલ પી-૨૦ કોન્ફરન્સ અત્યાર સુધીની કોન્ફરન્સમાં સૌથી સફળ હતી. તેમાં મહત્તમ સંખ્યામાં પ્રતિનિધિમંડળોએ ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે કોન્ફરન્સમાં ૨૯ દેશોના પ્રતિનિધિમંડળોએ ભાગ લીધો હતો. તેમજ પી-૨૦ની સફળતાથી સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું કે પી-૨૦ કોન્ફરન્સમાં અત્યાર સુધીની સૌથી વધુ ભાગીદારી હતી. આફ્રિકન સંઘે પ્રથમ વખત G -૨૦ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. આ કોન્ફરન્સમાં કુલ ૪૩૬ પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.
મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના દ્વારકામાં નવનિર્મિત યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત પી ૨૦ સમિટનું ઉદ્ઘાટન કર્યું હતુ. આ દરમિયાન પીએમ મોદી જી-૨૦ સભ્ય દેશોના અઘ્યક્ષોને પણ સંબોધન કરતી વખતે આતંકવાદ મુદ્દે ભારતનું વલણ સ્પષ્ટ કર્યુ હતું.
પીએમ મોદીએ ઇઝરાયલ અને ફિલિસ્તાન યુદ્ધ વચ્ચે નિવેદન આપતા જણાવ્યું કે યુદ્ધ કોઇના પણ હિતમાં નથી હોતુ. જે થઇ રહ્યું છે તેનાથી બધા પ્રભાવિત થશે. આતંકવાદ વિશ્ર્વ માટે મોટો પડકાર છે. વિશ્ર્વ અનેક સંકટોમાંથી પસાર થઇ રહી છે. પીએમ મોદીએ ઇઝરાયલ અને ફિલિસ્તાન યુદ્ધ વચ્ચે નિવેદન આપતા જણાવ્યું કે યુદ્ધ કોઇના પણ હિતમાં નથી હોતુ.જે થઇ રહ્યું છે તેનાથી બધા પ્રભાવિત થશે. આતંકવાદ વિશ્ર્વ માટે મોટો પડકાર છે. વિશ્ર્વ અનેક સંકટોમાંથી પસાર થઇ રહી છે. G20 સમિટમાં આતંકવાદ પર જોરદાર હુમલો કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આતંકવાદનો સામનો કરવા માટે સાથે મળીને કામ કરવાની જરૂર છે. યુદ્ધ કોઈને લાભ આપી શક્તું નથી. વિશ્વ સંકટનો સામનો કરી રહ્યું છે. આ સમય દરેકના કલ્યાણનો છે. આતંકવાદ માનવતા માટે ખતરો છે. આતંકવાદ સામે કડકાઈથી સામનો કરવો પડશે.