ભારત જોડો યાત્રાના શરૂઆતના દિવસોમાં રાહુલ ગાંધીને ઘૂંટણની ગંભીર સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો : કે સી વેણુગોપાલ

  • વેદના જોઈને પ્રિયંકા ગાંધીને કહેવાની ફરજ પડી કે તેમના ભાઈ ભારે પીડાને કારણે દેશવ્યાપી પદયાત્રા છોડી રહ્યા છે અને યાત્રાની કમાન કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને સોંપી શકે છે.

નવીદિલ્હી,

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં જ તેમની ભારત જોડો યાત્રા સમાપ્ત કરી છે. પરંતુ કોંગ્રેસના નેતા શરૂઆતના દિવસોમાં જ યાત્રાને રદ કરવા માંગતા હતા. આટલું જ નહીં, રાહુલ ગાંધી એ પણ વિચારી રહ્યા હતા કે શું તેમણે આ યાત્રા પૂર્ણ કરવાની જવાબદારી કોઈ બીજાને સોંપવી જોઈએ. હકીક્તમાં, કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે KPCC  મુખ્યાલયમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આ વાત કહી.

રાહુલ ગાંધીના નિશ્ર્ચયની પ્રશંસા કરતા, કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે એજન્સીના જણાવ્યા અનુસાર, ભારત જોડો યાત્રાના શરૂઆતના દિવસોમાં રાહુલ ગાંધીને ઘૂંટણની ગંભીર સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે તેમને ભારત જોડો યાત્રા કોગ્રેસના બીજા નેતાને સોંપવાની રજુઆત કરવામાં આવી હતી. વેણુગોપાલે કહ્યું કે તે ખૂબ જ નાજુક સ્થિતિ હતી. કેસી વેણુગોપાલે કહ્યું કે રાહુલ ગાંધીની વેદના જોઈને તેમને પ્રિયંકા ગાંધીને કહેવાની ફરજ પડી કે તેમના ભાઈ ભારે પીડાને કારણે દેશવ્યાપી પદયાત્રા છોડી રહ્યા છે અને યાત્રાની કમાન કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને સોંપી શકે છે.

કેસી વેણુગોપાલે કેરળના ભારત જોડો યાત્રીઓના સન્માન માટે આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે કન્યાકુમારીથી યાત્રા શરૂ થયાના ત્રીજા દિવસે જ્યારે યાત્રા કેરળમાં પ્રવેશી રહી હતી ત્યારે રાહુલ ગાંધીના ઘૂંટણનો દુખાવો વધી ગયો હતો. એક રાત્રે, તેણે મને તેના ઘૂંટણની પીડા વિશે જણાવવા માટે બોલાવ્યો. એમ પણ કહ્યું કે તેમની જગ્યાએ આ યાત્રાની જવાબદારી અન્ય કોઈએ લેવી જોઈએ, પરંતુ યાત્રા બંધ ન થવી જોઈએ. યાત્રા પુરી કરાવો.

તામિલનાડુમાં કન્યાકુમારીથી શરૂ થયેલી ૭ સપ્ટેમ્બર, ૨૦૨૨ ના રોજ કેરળમાં યાત્રાના પ્રવેશ દરમિયાન બનેલી ઘટનાઓના ક્રમનો ઉલ્લેખ કરતા, કેસી વેણુગોપાલે કહ્યું કે રાહુલ ગાંધી વિનાની યાત્રા કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ માટે અકલ્પનીય હતી.

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવે કહ્યું કે આ પછી પ્રિયંકા ગાંધીએ ફોન કરીને રાહુલ ગાંધીના ઘૂંટણના દુખાવાની ગંભીરતા વિશે જણાવ્યુ. તેમણે ભારત જોડો યાત્રા અન્ય વરિષ્ઠ નેતાઓને સોંપવાનું સૂચન કરવાનું પણ વિચાર્યું. તેમણે આ અંગે સૂચનો પણ આપવા જણાવ્યું હતું. પરંતુ રાહુલ ગાંધી દ્વારા ભલામણ કરાયેલ ફિઝિયોથેરાપિસ્ટ તેમની મેડિકલ ટીમમાં જોડાયા અને તેમની સારવાર કરી. વેણુગોપાલે સમારોહમાં કહ્યું કે ભગવાનની કૃપાથી તેમનું દર્દ ઠીક થઈ ગયું છે. રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ભારત જોડો યાત્રા ૧૦ સપ્ટેમ્બરે કેરળમાં પ્રવેશી હતી અને રાજ્યમાં ૧૯ દિવસ સુધી પ્રવાસ કર્યો હતો. જ્યારે કાશ્મીરમાં ૩૦ જાન્યુઆરીએ ભારત જોડો યાત્રાનું સમાપન થયું હતું.