નવીદિલ્હી,
કોંગ્રેસની ભારત જોડો યાત્રાના લગભગ બે મહિના થઈ ગયા છે. આ સફરમાં એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં ઘણા કલાકારો ભાગ લેતા જોવા મળી રહ્યા છે. અત્યાર સુધી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સાથે પૂજા ભટ્ટ, રિયા સેન, સુશાંત સિંહ પદપાળા યાત્રામાં સામેલ થયા હતાં. તેમાં હવે પ્રખ્યાત ટીવી એક્ટ્રેસ રશ્મિ દેસાઈ અને આકાંક્ષા પુરી પણ ભારત જોડો યાત્રામાં સામેલ થઈ છે. કોંગ્રેસના ઓફિશિયલ સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીની સાથે રશ્મિ દેસાઈ અને આકાંક્ષા પુરીનો એક ફોટો શેર કર્યો છે.
કોંગ્રેસે ટીવી એક્ટ્રેસ સાથે રાહુલ ગાંધીનો ફોટો પોસ્ટ કરતાની સાથે કેપ્શનમાં લખ્યુ છે કે- ’ટીવીની પ્રખ્યાત એક્ટ્રેસ રશ્મિ દેસાઈ અને આકાંક્ષા પુરી સચ્ચાઈ માટે અમારી લડાઈમાં સામેલ છે.’
રશ્મિ દેસાઈએ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક ફોટો શેર કરીને કેપ્શનમાં લખ્યુ છે કે, ’કોંગ્રેસ નેતા અસલમ શેખ અને સૂરજ ઠાકોર અને મારી મિત્ર આકાંક્ષા પુરીની સાથે ભારત જોડો યાત્રા. એક સાથે રહો.’ આકાંક્ષા પુરીએ યાત્રા દરમિયાનની તસવીર શેર કરી છે.