ભારત જોડો ન્યાય યાત્રા ને લઇ આવતી કાલે ગોધરા નગર નાં કયા રોડ ચાલુ અને કયા રોડ કયા ડાયવર્ટ કરાયા જોવો……

ગોધરા,
ગોધરા શહેર ખાતે તા.૦૮/૦૩/૨૦૨૪ના રોજ રાહુલ ગાંધીની ” ભારત જોડો ન્યાય યાત્રા  સાથે આવનાર હોય અને લાલબાગ બસ સ્ટેશન, બગીચા રોડ, ગીદવાણી રોડ, પોલીસ ચોકી નં-૭ સુધી પદયાત્રા કરવાના હોવાને લઈ ૮ માર્ચ સવારે ૯ થી ૫ વાગ્યા સુધી ભારે વાહનો તથા ખાનગી બસો આવ-જા ઉપર અને વાહન ડાયવર્ટ કરવા માટે જાહેરનામું જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

ગોધરા ખાતે ૮ માર્ચે ૨૦૨૪ના રોજ રાહુલ ગાંધીની “ભારત જોડો ન્યાય યાત્રા આવનાર હોય અને ગોધરા લાલબાગ બસ સ્ટેશન, બગીચા રોડ થઈ શહેરા ભાગોળ ગીદવાણી માર્ગ, નીલમ લોજ, પોલીસ ચોકી-૭ સુધી પદયાત્રા કરનાર હોય જેને લઈ ગોધરા ભુરાવાવ ચોકડી થી ચર્ચ સુધી ટ્રાફિકની સમસ્યા ઉભી થવાની શકયતા હોય જેને લઈ ૮ માર્ચના રોજ રાહુલ ગાંધીની “ભારત જોડો ન્યાય યાત્રા આવીને ગોધરામાંં પદયાત્રા કરનાર હોય ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે સવારે ૯.૦૦ વાગ્યા થી ૫.૦૦ વાગ્યા સુધી ભુરાવાવ ચોકડી થી લાલબાગ બસ સ્ટેશન તરફ આવતા ભારે વાહનો તેમજ ખાનગી બસો પ્રકારના વાહનો પ્રવેશ કરી શકશે નહિ, પરવડી ચોકડ થી લાલબાગ બસ સ્ટેશન તરફ આવતાં ભારે વાહન અને ખાનગી બસો પ્રકારના વાહનો પ્રવેશ કરી શકશે નહિ, ચર્ચ સર્કલ થી લાલબાગ બસ સ્ટેશન તરફ આવતાંં ભારે વાહનો અને ખાનગી બસો પ્રકારના વાહનોનો પ્રવેશ બંધ કર્યો. દાહોદ તરફથી આવતી એસ.ટી.બસો પરવડી બાયપાસ થી છબનપુર ભુરાવાવ તરફ તથા વડોદરા તરફથી આવતી તમામ એસ.ટી.બસો તૃપ્તી બાયપાસ થી પરવડ બાયપાસ થઈ છબનપુર, ભુરાવાવ બસ સ્ટેશન તરફ ડાયવર્ટ કરવામાં આવશે તેવંું જાહેરનામું જીલ્લા કલેકટર અને મેજીસ્ટ્રેટ દ્વારા ગુજરાત પોલસી અધિનિયમ ૧૯૫૧ની કલમ-૩૩(૧)(બ) મુજબનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામાના ભંગના ગુનામાં ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૩ તથા ભારતના ફોજદારી અધિનિયમ કલમ-૧૮૮ મુજબ કાર્યવાહી કરાશે.

(૧) ભુરાવાવ ચોકડીથી લાલબાગ બસ સ્ટેશન તરફ આવતાં ભારે વાહનો તેમજ ખાનગી બસો પ્રકારના વાહનો પ્રવેશ કરી શકશે નહી.
(૨) પરવડી ચોકડીથી ગોધરા શહેર તરફ આવતાં ભારે વાહનો અને ખાનગી બસો પ્રકારના વાહનો પ્રવેશ કરી શકશે નહીં.
(૩) ચર્ચ ચોકડી થી લાલબાગ બસ સ્ટેશન તરફ આવતાં ભારે વાહન અને ખાનગી બસો પ્રકારના વાહનો પ્રવેશ કરી શકશે નહીં.
(૪) દાહોદ તરફથી આવતી એસ.ટી.બસો પરવડી બાયપાસથી છબનપુર ભુરાવાવ તરફ તથા વડોદરા તરફથી આવતી તમામ એસ.ટી.બસો તૃપ્તી બાયપાસથી પરવડી બાયપાસ થઈ છબનપુર, ભુરાવાવ થી બસ સ્ટેશન તરફ ડાયવર્ટ કરવામાં આવે છે.