ભારત જોડો યાત્રા દરમિયાન કોંગ્રેસ સેવાદળના નેતા કે.કે. પાંડેનું અવસાન


મુંબઈ,
મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં મંગળવારે પાર્ટીની ભારત જોડો યાત્રા દરમિયાન કોંગ્રેસ સેવાદળના કાર્યર્ક્તાનું મૃત્યુ થયું હતું. પદયાત્રાનું નેતૃત્વ કરી રહેલા કોંગ્રેસના વરિ નેતા રાહુલ ગાંધીએ સેવાદળના જનરલ સેક્રેટરી કૃષ્ણ કુમાર પાંડેના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે પાંડેએ અંતિમ ક્ષણ સુધી રાષ્ટ્રવજ પકડી રાખ્યો હતો. દેશ પ્રત્યેનું તેમનું સમર્પણ પ્રેરણા આપતું રહેશે,ધ ગાંધીએ પાંડેના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં કહ્યુંહતું.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશ અને અન્ય લોકો સાથે ચાલતી વખતે પાંડેને શ્ર્વાસ લેવામાં તકલીફ અને અસ્વસ્થતા અનુભવાઈ હતી, એમ એક વરિ જિલ્લા અધિકારીએ જણાવ્યું હતું.પાંડેને એમ્બ્યુલન્સમાં શંકર નગર પ્રાથમિક આરોગ્ય સુવિધામાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા , અધિકારીએ જણાવ્યું હતું કે , મૃતક નાગપુરના રહેવાસી હતા . ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નાયગાંવ ગ્રામીણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે પાંડે ત્રિરંગો પકડીને તેમની અને પાર્ટીના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહ સાથે ચાલી રહ્યા હતા. થોડીવાર પછી , પ્રથા મુજબ , તેમણે વજ એક સહકર્મીને આપ્યો અને ગયા હતા. ત્યાર બાદ તેઓે ભાંગી પડયા અને તેને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં સૌથી દુથખની વાત એ છે કે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા, રમેશે ટ્વીટ કર્યું. તે કટ્ટર કોંગ્રેસી હતા અને નાગપુરમાં આરએસએસનો સામનો કરતા હતા.તમામ યાત્રીઓ માટે મૃત્યુની ક્ષણ ભાવુક બની ગઈ હતીધ એમ રમેશે ઉમેર્યું.