ભારત જ નહીં પાકિસ્તાનને પણ બનાવી દઈશું હિન્દુ રાષ્ટ્ર : ધીરેન્દ્ર શાસ્ત્રી

સુરત, બાગેશ્ર્વર ધામના બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી એ ફરી એકવાર ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાત કરી છે. આ વખતે તેમણે સોમવારે કહ્યું કે તેઓ માત્ર ભારત જ નહીં પરંતુ પાકિસ્તાનને પણ હિન્દુ રાષ્ટ્ર બનાવશે. આપને જણાવી દઈએ કે આ દિવસોમાં ગુજરાતના સુરતમાં બાગેશ્ર્વર ધામનો દિવ્ય દરબાર આવેલું છે, જ્યાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે.

સુરતમાં યોજાયેલા દિવ્ય દરબારમાં બાગેશ્ર્વર ધામના બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી એ મોટુ નિવેદન આપીને ગુજરાતની જનતાને એક થવા જણાવ્યું હતું. ધીરેન્દ્ર શાસ્ત્રી એ કહ્યું કે જે દિવસે ગુજરાતના લોકો આ રીતે સંગઠિત થશે તે દિવસે માત્ર ભારત જ નહીં, સમગ્ર પાકિસ્તાનને પણ હિન્દુ રાષ્ટ્ર બનાવી દઈશું. આપને જણાવી દઈએ કે ધીરેન્દ્ર શાસ્ત્રી હંમેશા પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે.

ગુજરાતના સુરતમાં બાબા બાગેશ્ર્વર ધામના દિવ્ય દરબારમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે એક લાખથી વધુ શ્રદ્ધાળુઓ દિવ્ય દરબારમાં પહોંચ્યા છે. બાબા બાગેશ્ર્વર અને ભક્તોની ભીડ જોઈને મોટી સંખ્યામાં પોલીસ જવાનો પણ તૈનાત છે. આ ઉપરાંત ઘણા સ્વયંસેવકો અને બાઉન્સરો પણ રોકાયેલા છે. દિવ્ય દરબાર માટે ૮૦ ફૂટ લાંબો અને ૪૦ ફૂટ પહોળો પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે, જ્યાંથી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી તેમના ભક્તોની સમસ્યાઓનું નિદાન કરશે અને તેનું નિરાકરણ કરશે.