ભારત ચીનની વારે આવ્યું ..! અસરગ્રસ્ત વિસ્તારો માટે ૧ મિલિયન ડોલરની સહાય આપી

નવીદિલ્હી, ભારતે વિશેષ વિમાન દ્વારા પાપુઆ ન્યુ ગિનીને રાહત સામગ્રી મોકલી હતી. તમને જણાવી દઈએ કે પાપુઆ ન્યુ ગિનીમાં જ્વાળામુખી ફાટ્યો હતો, જેના કારણે હજારો લોકોને મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે ગુરુવારે નવી દિલ્હીથી એક વિશેષ વિમાન રાહત સામગ્રી સાથે પાપુઆ ન્યુ ગિની માટે ઉડાન ભરી.આ રાહત સામગ્રી પાપુઆ ન્યુ ગિનીને ૧ મિલિયન ડોલરની સહાય પૂરી પાડવાની ભારતની જાહેરાતનો એક ભાગ છે.

૧૧ ટન રાહત અને ૬ ટન તબીબી રાહત સામગ્રીનો સમાવેશ થાય છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં આ માહિતી આપી. રાહત સામગ્રીમાં તંબુ, સ્લીપિંગ મેટ્સ, સ્વચ્છતા કીટ, ખાદ્ય ચીજવસ્તુઓ, પાણીના સંગ્રહની ટાંકીઓ, સજકલ વસ્તુઓ સહિત તબીબી રાહત સામગ્રી, સેનિટરી પેડ અને અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે.

તમને જણાવી દઈએ કે ગયા મહિને ૨૦ નવેમ્બરના રોજ પાપુઆ ન્યુ ગિનીના માઉન્ટ ઉલાવુનમાં મોટો જ્વાળામુખી ફાટ્યો હતો, જેના કારણે ૨૬ હજારથી વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા પડ્યા હતા. હિંદ પ્રશાંત મહાસાગરમાં સ્થિત આ ટાપુ દેશને મદદ કરવા માટે ભારતે ૧ મિલિયન ડોલરની રાહત સહાય આપવાની જાહેરાત કરી હતી.