નવીદિલ્હી, ભારત છેલ્લા ૫ વર્ષમાં વિશ્વનો સૌથી મોટો હથિયાર ખરીદનાર દેશ બની ગયો છે. રિપોર્ટ અનુસાર છેલ્લા ૫ વર્ષમાં માત્ર ભારત જ નહીં પરંતુ એશિયાઈ દેશોએ સૌથી વધુ હથિયારોની ખરીદી કરી છે.
ભારત વિશ્વમાં સૌથી વધુ હથિયાર ખરીદનાર દેશ છે.એસઆઇપીઆરઆઇ એટલે કે સ્વીડનની સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના નવા ડેટામાં આ વાત સામે આવી છે. જો કે, ૨૦૧૩ થી ૨૦૧૮ની સરખામણીમાં ૨૦૧૯-૨૦૨૩માં ૪.૭ ટકા વધી છે. સ્વીડનની થિંક ટેક્ધ એસઆઇપીઆરઆઇએ એક નવા રિપોર્ટમાં આ દાવો કર્યો છે.
ભારત છેલ્લા ૫ વર્ષમાં વિશ્વનો સૌથી મોટો હથિયાર ખરીદનાર દેશ બની ગયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા ૫ વર્ષમાં માત્ર ભારત જ નહીં પરંતુ એશિયાઈ દેશોએ સૌથી વધુ હથિયારોની ખરીદી કરી છે. તેનું સૌથી મોટું કારણ રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ માનવામાં આવે છે. સાથે જ આ સમયગાળા દરમિયાન અમેરિકાના હથિયારોની નિકાસમાં પણ ૧૭ ટકાનો વધારો થયો છે. ૨૦૧૪-૧૮ અને ૨૦૧૯-૨૩ વચ્ચે ફ્રાન્સની શોની નિકાસમાં ૪૭ ટકાનો વધારો થયો છે. રશિયા હાલમાં યુક્રેન સાથે યુદ્ધમાં ફસાયેલ છે અને તેના શસ્ત્રોની નિકાસમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. રશિયાની શસ્ત્રોની નિકાસ ૨૦૧૪-૧૮ અને ૨૦૧૯-૨૩ વચ્ચે ૫૩ ટકા ઘટી છે.
ભારત પછી, સાઉદી અરેબિયા વિશ્ર્વમાં સૌથી વધુ સંખ્યામાં હથિયારની આયાત કરે છે. એ બાદ ક્તાર, યુક્રેન, પાકિસ્તાન, જાપાન, ઇજિપ્ત, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા અને ચીને ખરીદી છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે ૨૦૧૯-૨૩માં પાકિસ્તાન પાંચમો સૌથી મોટો શસ્ત્ર આયાતકાર હતો અને ચીન તેના મુખ્ય સપ્લાયર તરીકે વધુ પ્રભાવશાળી બન્યું હતું. પાકિસ્તાનના શસ્ત્રોની આયાતમાંથી ૮૨ ટકા ચીનમાંથી આવે છે.
હથિયારની ખરીદીના મામલામાં ભારત ૧૯૯૩થી પહેલા નંબરે છે. રિપોર્ટ અનુસાર ભારતમાં હથિયારોની જંગી માંગ પાછળનું મુખ્ય કારણ ચીન અને પાકિસ્તાન સાથેનો તણાવ છે.