
દલિત અને આદીવાસી સંગઠને દેશભરમાં આજે ૨૧ ઓગસ્ટના રોજ ભારત બંધનું આહ્વાન કર્યું હતું આ આંદોલન મુખ્ય રીતે હાલમાં જ સુપ્રીમ કોર્ટે આપેલા એક ચુકાદા વિરુદ્ધ હતું . એસસી એસટી અનામતમાં ક્રિમી લેયર લાગૂ કરવાનો વિરોધ થઈ રહ્યો છે. સંગઠનોનું માનવું છે કે આ નિર્ણય એસસી, એસટી અને ઓબીસીના અનામત પર જોખમ ઊભુ કરે છે. આ સંગઠન માને છે કે આ નિર્ણય સામાજિક ન્યાયના સિદ્ધાંત વિરુદ્ધ છે. દેશના અનેક વિસ્તારોમાં બંધની અસર જોવા મળી હતી ગુજરાતમાં પણ અનેક આદિવાસી વિસ્તારોમાં બંધની અસર જોવા મળી રહી છે. ગુજરાતમાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો
ભારત બંધના એલાનને સુરતના ઉમરપાડામાં સંપૂર્ણ પ્રતિસાદ મળ્યો હતો તો ઉમરપાડા, કેવડી, ઝંખવાવ સંપૂર્ણ રીતે બંધ રહ્યાં હતાં ઉમરપાડામાં લોકો સંપૂર્ણ બંધમાં સ્વયંભૂ જોડાયા હતાં અને વિરોધ નોંધાવ્યો હતો અનામતમાં ક્રીમીલેયરના વિરોધમાં ઠેર ઠેર રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગરમાં દલિતોએ ટ્રેન રોક્તા અધિકારીઓ દોડતા થયા હતાં ગઢડા તાલુકાના ઢસાગામે અનુસૂચિત સમાજના યુવાનો દ્વારા રાજકોટ ભાવનગર હાઈવે કર્યો ચક્કાજામ કરવામાં આવ્યો હતો .
ઢસા ગામે યુવાને રોડ ચક્કાજામ કરી સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યા હતાં જ્યારે મહીસાગર જિલ્લા ના સંતરામપુર ને બંધ ના એલાન ને નહીવત પ્રતિસાદ મળ્યો હતો સંતરામપુરના આગેવાનો દ્વારા બજારો તેમજ દુકાનો બંધ કરાવતા અટકાયત કરવામાં આવી હતી ધોરાજી એસસી એસટી સમાજ દ્વારા કરાયુ વિરોધ પ્રદર્શન, ધોરાજી રહ્યું આંશિક બંધ, ધોરાજી ગેલેક્સી ચોક પર અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો દ્વારા દુકાન બંધ કરાવવા નિકળ્યા. ધોરાજી સરદાર ચોક, શાકમાર્કેટ રોડ, ગેલેક્સી ચોક સહિત મુખ્ય બજાર બંધ, ધોરાજી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. બંધના એલાનને આંશિક પ્રતિસાદ જોવા મળ્યો
નવસારીમાં ભારત બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ. નવસારી શહેરમાં બંધની કોઈ અસર જોવા ન મળી. નવસારી, જલાલપોર અને ગણદેવીમાં બંધની અસર નહીં. ચીખલી, ખેરગામ અને વાંસદામાં બંધની અસર જોવા મળી હતી તાપી જિલ્લાના વ્યારા સોનગઢ તાલુકામાં સંપૂર્ણ પ્રતિસાદ મળ્યો હતો. વ્યારા સોનગઢ તાલુકામાં સંપૂર્ણ બંધ જોવા મળ્યું હતું લોકો સ્વયં:ભૂ જોડાયા હતાં
ભારત બંધની સાબરકાંઠા જિલ્લામાં અસર જોવા મળી હતી વિજયનગર તાલુકામાં બંધની અસર જોવા મળી. વિજયનગર, ચિઠોડા, અંદ્રોખા અને આંતરસુબ્બા આશ્રમમાં બજારો બંધ રહ્યાં હતા છોટાઉદેપુરમાં ભારત બંધની નહિવત અસર રહી. જિલ્લાના બજારો રાબેતા મુજબ ચાલુ જોવા મળ્યા. છોટાઉદેપુર જિલ્લામાં ભરત બંધની અસર જોવા મળી નહીં.અમદાવાદ પૂર્વના અમરાઈવાડી વિસ્તારમાં સ્વસ્તિક ચાર રસ્તા પાસે અનામત મુદ્દે વિરોધ કરવા મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો ભેગા થયા હતાં દલિત સમાજે રસ્તા પર બેસી જઈ રસ્તો રોક્તા પોલીસ દોડતી થઈ હતી અને કેટલાકની ધરપકડ કરી હતી અમદાવાદ ગ્રામ્યના બાવળા-ધોળકા-સાણંદ તાલુકામાં પણ એસટી એસસી સમાજના સંગઠનોએ બંધનું એલાન આપ્યું છે.
વહેલી સવારથી જ ધોળકા-બાવળા-સાણંદ સહિતના વિસ્તારોમાં ભારત બંધની અસર જોવા મળી હતી. ધોળકામાં વેપારી એસોસિએશન દ્વારા બંધનું એલાન અને ટેકો આપીને સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો.ધોળકાના બજારોમાં કલિકુંડ, પાશ્ર્વનાથ સહિતના વિસ્તારોમાં વેપારીઓએ દુકાનો બંધ રાખીનમે ભારત બંધને સમર્થન આપ્યું હતું. જ્યારે એસસીએસટી સમાજની નોંધપાત્ર વસ્તી ધરાવતા નર્મદા,પંચમહાલમાં બજારો ખુલ્લી જોવા મળી . આ સિવાય છોટા ઉદેપુર, વલસાડ, દાહોદ, નવસારી, ડાંગ, બનાસકાંઠા સહિતના અન્ય જિલ્લામાં ક્યાંક બાજારો ખુલ્લી હતી તો ક્યાંક બજારો બંધ જોવા મળી