ભારત અને શ્રીલંકા ૨૯ વખત સામસામે આવી ચુકી છે. તેમાંથી ભારત ૧૯ મેચ અને શ્રીલંકાએ માત્ર ૯ મેચ જીતી છે

ભારત અને શ્રીલંકા વચ્ચે લાંબી શ્રેણી શરૂ થવાની છે. પ્રથમ ત્રણ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચો રમાશે અને ત્યારબાદ ત્રણ મેચની વનડે શ્રેણી રમાશે. તેથી, અત્યારે અમે ફક્ત ટી ૨૦ શ્રેણી પર યાન કેન્દ્રિત કરીશું. આ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે, જે હવે શ્રીલંકા પહોંચી ગઈ છે. આજે જ એટલે કે મંગળવારે શ્રીલંકાએ પણ પોતાની ટીમની જાહેરાત કરી હતી.

જ્યાં એક તરફ સૂર્યકુમાર યાદવ ટી-૨૦ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ સંભાળતા જોવા મળશે તો બીજી તરફ શ્રીલંકાની કમાન ચરિથ અસલંકાને સોંપવામાં આવી છે. સૂર્યકુમાર યાદવે ભલે કેટલીક મેચોમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી હોય, પરંતુ શ્રીલંકામાં તે સંપૂર્ણપણે નવો છે. ઓછામાં ઓછું આંતરરાષ્ટ્રીય મેચો માટે આવું કહી શકાય. એટલે કે એકંદરે બંને નવા કેપ્ટન છે અને તેમની કેપ્ટનશીપની પણ ક્સોટી થશે.

ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ટી ૨૦ ઈન્ટરનેશનલ મેચ વર્ષ ૨૦૦૯માં રમાઈ હતી, ત્યારથી આ બંને ટીમો આ ફોર્મેટમાં ૨૯ વખત સામસામે આવી ચુકી છે. તેમાંથી ભારતીય ટીમે ૧૯ મેચ જીતી છે. શ્રીલંકાએ માત્ર ૯ મેચ જીતી છે. એક મેચ એવી પણ બની છે જેનું કોઈ પરિણામ આવી શક્યું નથી. એટલે કે ભારતીય ટીમનો હાથ ઉપર હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ આ એક નવી સિરીઝ છે, તેમાં શું થશે તે અત્યારે કહેવું મુશ્કેલ છે.

ટી ૨૦ શ્રેણી માટે ટીમ ઈન્ડિયા: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રિંકુ સિંહ, રિયાન પરાગ, સંજુ સેમસન (વિકેટકીપર), રિષભ પંત (વિકેટકીપર), હાદક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્ર્નોઈ, અર્શદીપ સિંહ, ખલીલ અહેમદ, મોહમ્મદ. સિરાજ.

ટી ૨૦ શ્રેણી માટે શ્રીલંકાની ટીમ: ચરિથ અસલંકા (કેપ્ટન) પથુમ નિસાંકા, કુસલ પરેરા, અવિષ્કા ફર્નાન્ડો, કુસલ મેન્ડિસ, દિનેશ ચંદીમલ, કામિન્દુ મેન્ડિસ, દાસુન શનાકા, વાનિંદુ હસરાંગા, દુનિથ વેલ્લાલાગે, મહેશ થીક્સાન્ના, વિકિશાન, નુકશાન, પતરાહ, વિશારમ, વિન્દુ હસરંગા. તુષારા, દુષ્મંથા ચમીરા, બિનુરા ફર્નાન્ડો.