ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટી ટવેન્ટી મેચમાં પર પણ સંકટના વાદળો

મુંબઇ,

ભારત અને ન્યુઝીલેન્ડની વચ્ચે ટી ટવેન્ટી સીરીજ શરૂ થઇ ચુકી છે જો કે એ વાત અલગ છે કે પહેલી મેચ થઇ શકી નથી અને વરસાદને કારણે રદ કરવામાં આવી છે.હવે તમામ ક્રિકેટ પ્રેમીઓની નજર આગામી મેચ પર છે જે ૨૦ નવેમ્બરે રમાશનાર છે.મેચ માઉટ માઉગાનુઇમાં રમાનાર છે.

પહેલી મેચ રદ થયા બાદ હવે ટીમ ઇન્ડિયા નવા વેન્યુ પર પહોંચી છે અને તૈયારીઓમાં લાગી છે.પહેલી મેચ ન થવાને કારણે ભારત અને ન્યુઝીલેન્ડ બંન્ને ટીમોના સુકાની ખુબ નિરાશ જોવા મળ્યા છે પરંતુ હવે તે બંન્નેની નજર આગામી મેચ પર ટકી ગઇ છે.આ દરમિયાન પહેલી મેચ રદ થયા બાદ બીજી મેચ પર પણ સંકટના વાદળો ઘેરાયા છે.આ મેચ થઇ શકશે કે નહીં તેના પર હાલ કંઇ કહી શકાય તેમ નથી કારણ કે ઓવલના માઉટ માઉંટગુઇમાં રમાનાર મેચમાં ૯૦ ટકા વરસાદની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.

કહેવાય છે કે ૨૦ નવેમ્બરે યોજાનાર મેચ રવિવારે યોજાનાર છે આ દિવસે અહીં ૨૪ કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી હવા ફુંકાય તેવી વાત સામે આવી રહી છે અને ૮૪ ટકા અદ્રતા રહેશે આ દિવસે તાપમાન અધિકતમ ૧૯ ડિગ્રી અને ન્યુનતમ ૧૫ ડિગ્રી સુધી રહી શકે છે.એટલે કે હવમાનની આગાહી જો સાચી બને તો આ મેચ પર પણ સંકટના વાદળો ઘેરાઇ શકે છે.

ટીમ ઇન્ડિયા માટે ન્યુઝીલેન્ડની વિરૂધ ટી ટવેન્ટી સીરીજ એટલા માટે ખુબ ખાસ છે કારણ કે તેમાં યુવાનોને તક આપવામાં આવી છે અને મોટા ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. યુવા ખેલાડીઓ પાસે તક છે કે તે સારૂ પ્રદર્શન કરે અને ટીમમાં પોતાની જગ્યા પાક્કી કરી શકે ટીમ ઇન્ડિયાનું ટી ટવેન્ટી વિશ્વકપ ૨૦૨૨માં કંઇ ખાસ પ્રદર્શન રહ્યું ન હતી.