નવીદિલ્હી,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી માર્ચ મહિનામાં ફરી ગુજરાત પ્રવાસે આવવાના છે. ભારત ૨૦ની યજમાની કરવાનું છે. ભારત જી-૨૦ સમિટ-૨૦૨૩નું યજમાન બન્યુ છે. જેના ભાગરૂપે ગુજરાતમાં જી- ૨૦ સમિટની મહત્વની ૧૬ ઇવેન્ટ યોજાઈ રહી છે. ત્યારે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ પણ ભારત આવવાના છે. બીજી તરફ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ સમયગાળ દરમિયાન જ ટેસ્ટ મેચ રમાવાની છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. ત્યારે બંને દેશના વડાપ્રધાન સાથે બેસીને આ મેચ નિહાળશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી અને અંતિમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૯ થી ૧૩ માર્ચ દરમિયાન રમાવાની છે. ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ સાથે બેસીને આ ટેસ્ટ મેચ નીહાળવાના છે. એવુ પહેલી વાર બનશે કે જ્યારે પીએમ મોદી પોતાના નામના એટલે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચની મજા માણશે. વિશ્ર્વના સૌથી મોટા સ્ટેડિયમમાં યોજાનારી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની આ મેચના બંને દેશોના વડાપ્રધાનો સાક્ષી બનશે.
આ સિરીઝ માટે ઑસ્ટ્રેલિયાની ટીમ ભારતમાં આવી ચુકી છે અને મેચ માટેની તૈયારીઓ પણ શરુ કરી દીધી છે. આ સિરીઝની પ્રથમ બે મેચ માટે મ્ઝ્રઝ્રૈં દ્વારા ભારતીય ટીમની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. ટૂંક સમયમાં જ ટીમ દ્વારા મેચની પ્રેક્ટિસ પણ શરુ કરી દેવામાં આવશે.