ભારત ૨૦૨૪મા ભાજપ મુક્ત થશે, બિહારની બધી ૪૦ સીટો પર જીતીશું: જદયુ અધ્યક્ષ

પટણા,

જનતા દળ યુનાઈટેડ (જદયુ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહે પાર્ટીના ખુલા અધિવેશનમાં કહ્યું કે, ’વર્ષ ૨૦૨૪માં ભારતીય જનતા પાર્ટી મુક્ત ભારત બનાવીશું. એ વધારે મુશ્કેલ નથી. બિહારમાં ૪૦માંથી ૪૦ સીટો લોક્સભાની ચૂંટણી અમે જીતવા જઇ રહ્યા છીએ. તેમાં કોઈ શંકા હોવી જોઈએ નહીં. બહુમતથી વધારે થોડી જ સીટ છે ને, એ વધવાની નથી. હવે વર્ષ ૨૦૨૪માં ભાજપ મુક્ત ભારત બનાવીશું.

તેમણે કહ્યું કે, ૨-૪ સીટ પણ ઘટશે તો અમે તેમને વર્ષ ૨૦૨૪માં પટકીશું. કૂઢની હારી ગયા તો શું થયું, ૩૦૦૦ વૉટથી હાર્યા છીએ, જેમાં ઘણા કારણ હતા. વધારેથી હાર્યા નથી. વર્ષ ૨૦૨૪માં અમારું લક્ષ્ય છે ભાજપને ભારત મુક્ત કરીને જ દમ લઈશું.’ જનતા દળના ખુલા આધિવેશનમાં લલન સિંહે સુશીલ મોદી પર પ્રકાર કરતા કહ્યું કે, આખો દિવસ તેમનું ઉદ્દેશ્ય રહે છે કે, મીડિયામાં છપાતા રહે. રોજ ટ્વીટ કરતા રહે છે, જેથી તેમને પોતાની પાર્ટીમાં થોડી જગ્યા મળી જાય.

નીતિશજીના જૂના સહયોગી રહ્યા છે. બોલતા રહે છે. કદાચ કંઈક મળી જાય. જનતા દળ યુનાઇટેડના રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહે કહ્યું કે, નીતિશજીએ મને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો અપાવવાની જવાબદારી સોંપી છે. નાગાલેન્ડની વિધાનસભાની ચૂંટણીમાં એ સપનું પૂરું થશે. મને એ પૂરી આશા છે. નાગાલેન્ડમાં અમારું ગઠબંધન મજબૂત છે અને સંપૂર્ણ આશા છે કે નાગાલેન્ડમાં અમારું સપનું પૂરું થશે. જનતા દળ યુનાઇટેડના અધ્યક્ષ રાજીવ રંજન સિંહ ઉર્ફ લલન સિંહને આ સોમવારે પાર્ટીના નવા અધ્યક્ષના રૂપમાં ૩ વર્ષના નવા કર્યા માટે નિવરોધ ચૂંટી લેવામાં આવ્યા છે.

જનતા દળ યુનાઈટેડના મહાસચિવ અફાક અહમદ ખાને કહ્યું કે, લોક્સભાના સભ્ય અને પાર્ટીના મુખ્ય નેતા લલન સિંહ રેસમાં એકમાત્ર વ્યક્તિ હતા અને સોમવારે નામાંકન પરત લેવાની અંતિમ તારીખ બાદ નિવરોધ ચૂંટાયા. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના વિશ્ર્વાસપાત્ર ગણાતા લલન સિંહે જુલાઇ ૨૦૨૧માં પાર્ટીના અધ્યક્ષના રૂપમાં પદભાર સંભાળ્યો હતો, જ્યારે તાત્કાલીન અધ્યક્ષ સી.પી. સિંહે કેન્દ્રીય મંત્રી મંડળમાં સામેલ થયા બાદ રાજીનામું આપી દીધું હતું. એ સમયે જનતા દળ યુનાઇટેડનું ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધન હતું.