હૈદરાબાદ, છેલ્લા ૧૭ વર્ષમાં આપણો દેશ કોંક્રીટના જંગલમાં ફેરવાઈ ગયો છે. ૨૦૦૫ થી ૨૦૨૩ સુધીમાં દેશમાં બાંધકામ ક્ષેત્રે ૨૫ લાખ હેક્ટરનો વધારો થયો છે. આ માહિતી ઇસરોના હૈદરાબાદ સ્થિત નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર દ્વારા આપવામાં આવી છે. આ દર્શાવે છે કે દેશમાં શહેરીકરણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વર્ષોથી નોંધપાત્ર વધારો થયો છે.
એનઆરએસસીના વાર્ષિક અહેવાલમાં, ૨૦૦૫-૦૬ અને ૨૦૨૨-૨૩ વચ્ચે જમીનનો ઉપયોગ અને જમીન કવરમાં લગભગ ૩૧ ટકાનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન, ૩૫ ટકા વધુ બાંધકામ વિસ્તાર ઉમેરવામાં આવ્યો છે. જમીન કવરમાં લગભગ ૨.૪ ટકાનો વધારો થયો છે. આ બાંધકામ વિસ્તારમાં માત્ર ઈમારતો જ નહીં, રસ્તાઓ વગેરે પણ છે. ઉદાહરણ તરીકે, ૨૦૦૫ અને ૨૦૨૩ ની વચ્ચે, રાષ્ટ્રીય ધોરીમાર્ગો ગુજરાતમાં ૧૭૫ ટકા, કર્ણાટકમાં ૧૦૯ ટકા, આંધ્રપ્રદેશમાં ૯૪ ટકા, મધ્યપ્રદેશમાં ૭૫ ટકા અને પશ્ચિમ બંગાળમાં ૫૮ ટકા વધ્યા છે. રિપોર્ટ અનુસાર ખેતીની જમીનમાંથી બાંધકામ વિસ્તાર પણ લેવામાં આવ્યો છે.
એનઆરએસસી મુજબ, બાંધવામાં આવેલા વિસ્તારમાં ઇમારતો એટલે કે છતની રચનાઓ, પાકા સપાટીઓ એટલે કે રસ્તાઓ અને પાર્કિંગ , વ્યાપારી અને ઔદ્યોગિક સ્થળો જેમ કે બંદરો, લેન્ડફિલ્સ, ખાણો અને રનવે અને શહેરી લીલા વિસ્તારોમાં ઉદ્યાનો અને બગીચાઓનો સમાવેશ થાય છે. એટલે કે દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઝડપથી વિકાસ કરી રહ્યું છે. પરંતુ સમસ્યા એ છે કે બાંધકામ વિસ્તાર વધારવા માટે ખેતીની જમીનનો ઉપયોગ કરવો નુક્સાનકારક છે. જેના કારણે ખેડૂતોને નુકશાન થાય છે. તેમની આજીવિકા છીનવાઈ ગઈ છે. પુરતું વળતર ન મળતા ખેડૂતોએ દેખાવો કર્યા હતા. ગુજરાતમાં વાપીથી શામળાજી સુધીના એનએચ-૫૬ના વિકાસનો વિરોધ થયો હતો.ફેબ્રુઆરી ૨૦૨૪માં પણ મધ્યપ્રદેશના ખેડૂતોએ ઈન્દોરના વેસ્ટર્ન રિંગ રોડ અને ઈન્દોર-બુધાની રેલ લિંક માટે જમીન સંપાદનનો વિરોધ કર્યો હતો.