ગ્રેટ અંદમાની જનજાતિના ૧૦ સભ્યોને કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ

દેશમાં ઝડપથી ઘટતી ગ્રેટ અંદમાની જનજાતિના ૧૦ સભ્યોને કોરોના પોઝિટિવ આવ્યો છે. અધિકારીઓએ ગુરૂવારના રોજ આ માહિતી આપી. તેના લીધે દુરસ્થ દ્વીપસમૂહમાં જનજાતિના લોકોની સુરક્ષાને લઇ ચિંતા વધી ગઇ છે. અધિકારીઓએ કહૃાું કે આ ૧૦ લોકોમાંથી ૬ લોકો વાયરસના સંક્રમણથી રિકવર કરી ચૂકયા છે અને તેમને હોમ ક્વારેન્ટાઇનમાં રખાયા છે. અન્ય ચાર લોકોની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે ગ્રેટ અંદમાની જનજાતિના આ ૫૦ની આસપાસ લોકો જ આ સમયે જીવીત છે, આ નાના અંદમાન-નિકોબાર દ્વીપમાં અત્યાર સુધી કોરોના વાયરસના ૨૨૬૮ કેસ નોંધાયા છે.


અધિકારીઓએ દ્વીપ સમૂહની રાજધાની પોર્ટ બ્લેયરમાં છ લોકો પોઝિટિવ મળ્યા બાદ રવિવારના રોજ સ્વાસ્થ્ય અધિકારીઓની ટીમ સ્ટ્રેટ આઇલેન્ડ મોકલ્યા હતા. જાનજાતિના કેટલાંક સભ્ય પોર્ટ બ્લેયરની યાત્રા કરે છે, તે ત્યાં નોકરી કરે છે. અંદમાનમાં એક વરિષ્ઠ અધિકારી અવિજિત રે એ કહૃાું કે અમારી ટીમે ૩૭ સેમ્પલની તપાસ કરી હતી, તેમાંથી ગ્રેટ અંદમાની જનજાતિના ચાર સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ મેળવવામાં આવ્યો છે. તેમણે હોસ્પિટલમાં દાખલ કરાયો છે. આદિવાસી કલ્યાણના એક વરિષ્ઠ સરકારી અધિકારી સંજીવ મિત્તલના મતે તમામ સભ્યોને સુરક્ષિત અને સ્વસ્થા રાખવાના પૂરા પ્રયાસ કરાઇ રહૃાા છે.


દેશમાં કોરોનાના કેસોની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લાં ૨૪ કલાકમાં કોવિડ-૧૯ના રેકોર્ડ ૭૫૦૦૦થી વધુ નવા દર્દી મળ્યા છે તેનાથી દેશમાં ગુરૂવારના રોજ કુલ સંક્રમિતોની સંખ્યા ૩૩ લાખને પાર થઇ ગઇ. ત્યાં અત્યાર સુધીમાં આ ખતરનાક વાયરસના સંક્રમણથી મુક્ત થઇ ચૂકેલા લોકોની સંખ્યા ૨૫ લાખ પાર કરી ચૂકયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની તરફથી સવારે ૮ વાગ્યે રજૂ કરાયેલા આંકડાના મતે છેલ્લાં ૨૪ કલાકમાં ૭૫૭૬૦ રેકોર્ડબ્રેક કેસ સામે આવ્યા છે. તેમાંથી સંક્રમિતોની કુલ સંખ્યા વધીને ૩૩૧૦૨૩૪ થઇ ગઇ. દેશમાં અત્યાર સુધીમાં ૨૫૨૩૭૭૧ દર્દી સ્વસ્થ થઇ ચૂકયા છે અને સાજા થવાનો રેશિયો ૭૬.૨૪ ટકા નોંધાઇ છે.