ભાવનગર, ભાવનગર જિલ્લાના ઘોઘાની તણસા વાવડીમાં યુવાને આપઘાત કર્યો છે. લાલજી મકવાણા નામના યુવાને ઝેરી દવા પીને આપઘાત કર્યો છે. ઝેરી દવા પીવાના લીધે તેને ભાવનગર સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, ત્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.
સતારભાઈ નામની વ્યક્તિએ ચોરીની શંકાએ તેને માર માર્યો હતો. તેના કુટુંબનો આરોપ છે કે સતારભાઈએ ચોરીની શંકાએ માર મારતા લાગી આવવાના લીધે આત્મહત્યા કરી હતી. યુવકની આત્મહત્યાના લીધે કુટુંબમાં રોક્કળ મચી ગઈ છે. કુટુંબીજનો શોકગ્રસ્ત અને ગુસ્સે છે. પોલીસે આત્મહત્યાનો ગુનો નોંયો છે અને તપાસ શરૂ કરી છે.