‘અગર કિસી ચીઝ કો શિદ્દત સે ચાહો તો પૂરી કાયનાત ઉસે તુમસે મિલાને કી કોશિશ મેં લગ જાતી હૈ.’ ફિલ્મ ઓમ શાંતિ ઓમના આ ડાયલોગને ભંગાર વેચનારા એક વ્યક્તિએ સાચો સાબિત કર્યો છે. સખત મહેનત અને કંઈક મેળવવાની ઈચ્છાથી વ્યક્તિ ઈચ્છે તે મેળવી શકે છે.
લાખો રૂપિયાના પગારમાં નોકરી કરતા લોકો માટે પણ આઇફોન ખરીદવો એ સપના સમાન છે, ત્યારે પ્લાસ્ટિક સહિત અન્ય પ્રકારનો ભંગાર વેચીને ગુજરાન ચલાવતા એક ગરીબ શ્રમિકે પોતાના પુત્રને iPhone 16 લઈ આપ્યો છે અને પોતાના માટે iPhone 15 ખરીદ્યો છે. જ્યારે તે હાથમાં પૈસા લઈને એપલ સ્ટોર પર પહોંચ્યો ત્યારે બધાને આશ્ચર્ય થયું.
ભારતમાં iPhone 16 સિરીઝની શરૂઆતની કિંમત 79,900 રૂપિયા છે, જ્યારે ટોપ મોડલની કિંમત 1,59,900 રૂપિયા છે. જ્યારે iPhone 15 સિરીઝની કિંમત 69,900 રૂપિયાથી શરૂ થાય છે. જોકે, કેટલીક ઑફર્સને કારણે iPhone 15 ફોન 54 હજાર રૂપિયામાં ઉપલબ્ધ છે.
વાઈરલ વીડિયોમાં શું છે? વ્યક્તિના હાથમાં નવો ખાલી આઈફોન જોઈને કેટલાક લોકોએ તેનો વીડિયો બનાવ્યો અને પૂછ્યું કે આ આઈફોન તેની પાસે ક્યાંથી આવ્યો? વીડિયો બનાવનાર લોકોને પૂછ્યું કે તમે શું કરો છો? વીડિયોમાં વ્યક્તિએ કહ્યું કે હું 12 મહિનાથી ભંગાર ભેગો કરું છું. કાચ, બોટલ, પ્લાસ્ટિકનો ભંગાર વેચું છું.
તમને મોબાઈલ કેટલામાં મળ્યો? આવો જ પ્રશ્ન તેમને પણ પૂછવામાં આવ્યો હતો. ત્યારે તેણે કહ્યું કે, મેં 85 હજાર રૂપિયામાં લીધો હતો. બીજા પુત્ર માટે લીધો, તેની કિંમત 1 લાખ 80 હજાર છે. મેં છોકરાને કહ્યું, જો 10માં સારા માર્ક્સ આવશે તો હું તને આઇફોન આપીશ. તેણે સખત અભ્યાસ પણ કર્યો અને 89 ટકા માર્ક્સ મેળવ્યા.
જો કે તે વ્યક્તિ મરાઠી બોલે છે, તે ખરેખર ક્યાંનો છે આ સ્પષ્ટ નથી. ઉપરાંત, આ વીડિયોની સત્યતાની હજુ સુધી પુષ્ટિ થઈ નથી.