ભમેલા મુખ્ય પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘેર-હાજર અને અનિયમિયત રહેતા આશ્ચર્ય ફેલાયું

  • ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા સરકાર પ્રત્યન કરે છે, ત્યારે ગુલ્લીબાજ શિક્ષકોના કારણે બાળકોના ભાવિ પર દાવ લાગ્યો.
  • પૂર્વ તાલુકા સભ્યની ઓચિંતી તપાસમાં સમગ્ર બાંડો બહાર આવ્યો,
  • સંજેલી તાલુકાની ભમેલા મુખ્ય પ્રાથમિક શાળામાં શિક્ષકોની ગેરહાજરી અને શાળા અનિયમિત..
  • પૂર્વ તાલુકા પંચાયત સભ્યએ અકસ્મિત મુલાકાત લેતા સંજેલી તાલુકાની 53 ગામોમાં 84 તાલુકા પ્રાથમિક શાળાઓ આવેલી છે, આચાર્ય શિક્ષકોમાં દોડધામ મચી.
  • તાત્કાલિક CRC ને જાણ કરતા ઈછઈ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

સંજેલી,

સંજેલી તાલુકાના ભમેલા મુખ્ય પ્રાથમિક શાળામાં શિક્ષકોની ગેરહાજરી અને શાળા અનિયમિતતા થી ધ્યાને આવતા પૂર્વ તાલુકા પંચાયત સભ્યએ શાળાની ઓચિંતી મુલાકાત લેતા શાળામાં દોડધામ મચી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણ નું સ્તર ઊંચું લાવવા સરકાર સતત પ્રત્યન કરી રહી છે અને શાળાએ બાળકોને લાવવા સરકારી કાર્યક્રમો થકી પ્રચાર પ્રસાર કરી રહી છે. ત્યારે ભમેલા શાળાના શિક્ષકોની સતત ઘેર-હાજરી અને અનિયમિયતાના કારણે બાળકોના શિક્ષણનું સ્તર દિન પ્રતિદિન ઘટી રહ્યું છે અને સી.આર.સી સ્થળ તપાસ કરી અને તાલુકા અધિકારીને રિપોર્ટ રજૂ કર્યો.

સંજેલી તાલુકા ની 53 ગામોમાં 84 તાલુકા પ્રાથમિક શાળાઓ આવેલી છે. જેમાં સંજેલી તાલુકાના ભાણપુર ગ્રામ પંચાયતમાં આવેલી ભમેલા મુખ્ય પ્રાથમિક શાળામાં કેટલાય સમયથી શાળાના સમય કરતા લેટ ખોલવામાં આવે છે, તેમજ શાળામાં પૂરતા પ્રમાણમાં શિક્ષકો હાજર ન હોવાને લઈને આ વિસ્તારના બાળકોને પૂરતું શિક્ષણ થી વંચિત રહી જાય છે. જેના કારણે શાળાના આચાર્યને સ્થાનિક આગેવાનો દ્વારા વારંવાર આ બાબતે રજૂઆત કરવા છતાં પણ હોતા હે ચલતા હૈ ચલને દો જેવી પરિસ્થિતિ ચાલુ રાખતા જ અંતે કંટાળેલા પૂર્વ તાલુકા પંચાયત સભ્ય રાજેન્દ્રભાઈ બારીયાએ ભમેલા મુખ્ય પ્રાથમિક શાળામાં અકસ્મિત મુલાકાત લીધી હતી. તે દરમિયાન શાળામાં 6 શિક્ષક માંથી 3 શિક્ષક જ હાજર જોવા મળ્યા હતા. જ્યારે એક મેડિકલ રિપોર્ટ પર રજા અને બે શિક્ષકો રજા રિપોર્ટ વગર ગેરહાજર જોવા મળ્યા હતા અને શાળાના સમય કરતા 11 વાગ્યા પછી શાળા ખોલવામાં આવી હતી. દરરોજ શાળાના ગેટની બહાર વિદ્યાર્થીઓ શિક્ષકની રાહ જોઈ અને બેસી રહેતા હોય છે અને શાળાનો સમય શરૂ થાય તેમ છતાં પણ શિક્ષકો કે આચાર્ય આવતા નથી અને શાળાનો ગેટ ખોલવામાં આવતો નથી અને દરરોજ શિક્ષકો પણ પૂરતા પ્રમાણમાં હાજર રહેતા નથી. આવી સમસ્યાને લઈને આજરોજ મુલાકાત લીધી હતી અને તાત્કાલિક સીઆરસીને જાણ કરતા સીઆરસી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને અન્ય શિક્ષકો ગેરહાજર હોવાને લઈને શિક્ષકોમાં દોડધામ મચી મચી જવા પામી હતી.

બોકસ:

ભમેલા મુખ્ય પ્રાથમિક શાળામાં તપાસ દરમિયાન શાળાના શિક્ષકો 11 વાગ્યા પછી આવેલ છે અને જેમાં એક શિક્ષકનો રજા રિપોર્ટ મુકેલ છે અને અન્ય બે શિક્ષિકાઓનો રજા રિપોર્ટ મૂકેલ નથી. ઓનલાઇન રિપોર્ટમાં ફુલ લીવ જોવા મળેલ છે અને આ બંને શિક્ષિકાનો રિપોર્ટ બાબતે પૂછતા ટેલીફોનિક ફોનથી રજા મુકેલ છે, તેવું આચાર્ય જણાવેલ હતું. આ બાબતોનો રિપોર્ટ તાલુકા કક્ષાએ કરી દેવામાં આવ્યો છે. :- સી.આર.સી કો-ઓર્ડીનેટર પીન્ટુભાઇ કુંભાર…

બોકસ:

ભમેલા મુખ્ય પ્રાથમિક શાળામાં અકસ્મિત મુલાકાત દરમિયાન ત્રણ શિક્ષકો અને એક પ્રવાસ શિક્ષક હાજર હતો. તેમજ ત્રણ શિક્ષકો ગેરહાજર હતા અને શાળા સમયસર ખોલવામાં આવતી નથી. દરરોજ બાળકો ગેટની બહાર શિક્ષકોની રાહ જોઈ અને ઊભા રહેતા હોય છે. આ બાબતની જાણ સીઆરસી ને કરતા તેઓ દોડી આવ્યા હતા અને રિપોર્ટ રજૂ કર્યો હતો.:-પૂર્વ તાલુકા પંચાયત સભ્ય રાજેન્દ્રસિંહ બારીયા…