પંડિત દિનદયાલની જન્મજયંતિની ઉજવણીમાં હરિયાણામાં એક કાયર્ક્રમમાં પોસ્ટરમાં ભાંગરો વટાયો હતો જે આગની જેમ વાયરલ અને ટ્રોલ થયો હતો. હરિયણા ભાજપે તો આ પોસ્ટર સાથેના ફોટા ટ્વીટ કરીને ઉતારી લીધી હતા પરંતુ સોસિયલ મીડિયામાં ત્યાં સુધીમાં ફોટા વાયરલ થઈ ચુક્યા હતા.
- આપત્તિજનક શબ્દ દીનદલાલ લખેલ જોવા મળી રહ્યો છે
- આ કાર્યક્રમના ફોટા પણ ટ્વીટર ફેસબુક પર મૂકાયા હતા જે હાલ વાયરલ થયા
- કૈથલમાં થયેલ આ કાર્યક્રમ દરમિયાન મંચ પર જે પોસ્ટર લગાવવામાં આવ્યું હતું
હરિયાણાના કૈથલમાં આર કેએસડી કોલેજમાં 25મી સપ્ટેમ્બરના પંડિત દીનદયાલ જયંતી ઉજવાઈ રહી હતી. જ્યાં મુખ્ય અતિથિત તરીકે ભાજપના લીલારામ પણ ઉપસ્થિત હતા તેમ છતાં કોઈ પણ આયોજક કે મહેમાનની નજર મંચ પર લગાવેલા બોર્ડ પર નહોતી ગઈ.
આપત્તિજનક શબ્દ દીનદલાલ લખેલ જોવા મળી રહ્યો છે
કૈથલમાં થયેલ આ કાર્યક્રમ દરમિયાન મંચ પર જે પોસ્ટર લગાવવામાં આવ્યું હતું તેમાં પં. દીનદયાલ ઉપાધ્યાયના નામે બધાને ચોંકાવી દીધા હતા. પોસ્ટરમાં દીનદયાલની જગ્યાએ ભૂલથી આપત્તિજનક શબ્દ દીનદલાલ લખેલ જોવા મળી રહ્યો છે.
સોશિયલ મીડિયાના જમાનામાં જોત જોતામાં ભાજપના કાર્યક્રમનું આ પોસ્ટર વાયરલ થવા લાગ્યું, જેના પર હવે પાર્ટીના સ્થાનીક નેતાઓને જવાબ આપવામાં ફાંફા પડી રહ્યા છે. બધાને આશ્રચ્ય એ છે કે આટલી મોટી મહાન વ્યક્તિનું નામ લખવામાં આટલી મોટી ભૂલ કેમ થઈ. અને આ કાર્યક્રમના ફોટા પણ ટ્વીટર ફેસબુક પર મૂકાયા હતા જે હાલ વાયરલ થયા છે.