ગાંધીનગર, ક્ષત્રિય સમાજને લઈને કરેલી વિવાદિત ટિપ્પણી બાદ પરષોત્તમ રુપાલા સામેનો રોષ સમવાનું નામ નથી લઈ રહ્યો. વિવાદ એટલો ઉગ્ર બન્યો કે રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાની જગ્યાએ અન્ય ઉમેદવાર ભાજપ ઊભા રાખશે તેવી વાતો વહેતી થઈ હતી. જો કે ભાજપે આ વાતને રદિયો આપ્યો છે અને આ વાત માત્ર અફવા હોવાનું જણાવ્યુ છે.
પરસોતમ રૂપાલા સામે વિરોધ સમવાનું નામ નથી લઈ રહ્યો. ક્ષત્રિય સમાજ દ્વારા ઉમેદવાર તરીકે પરષોત્તમ રુપાલાને હટાવવાની માગ સતત થઈ રહી છે. જેના પગલે તેમના સ્થાને અન્ય કોઈ ઉમેદવાર ઉભા રાખવામાં આવશે તેવી વાત વહેતી થઈ હતી. જો કે ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવે આ મામલે સ્પષ્ટીકરણ કર્યુ છે.
રાજુ ધ્રુવે જણાવ્યુ છે કે ઉમેદવાર બદલવાની વાત માત્ર અફવા છે. પરષોત્તમ રૂપાલા તેના નિર્ધારિત કાર્યક્રમો બેઠકો કરી રહ્યા છે.મોહન કુંડારિયાએ જે સર્ટિફિકેટ કરાવ્યા તે ડમી ઉમેદવાર માટે પણ જરૂરિયાત હોય છે તેમ જણાવ્યુ હતુ.