ભાજપે ટ્વિટ કર્યુ રાહુલ ગાંધીનું નવુ પેરોડી સોંગ, જોઈને તમે પણ માથુ ખંજવાળશો

આ વિડિયોની પેરોડી ગોવિંદાની 1995ની સાલમાં આવેલી ફિલ્મ ગેમ્બલરથી પ્રેરિત છે. તેના જેતે સમયના ઘણા ફેમસ થયેલા સોન્ગ મેરી મરજી પરથી વિડિયોમાં રાહુલ ગાંધીની જેતે સમયની તસવીરોને મુકીને અને પોઈન્ટર્સ મુકવામાં આવ્યા છે કે જેને કટાક્ષમય રીતે પ્રસ્તુત કરવામાં આવ્યા છે. આમા લગાડવામાં આવેલા વિડિયો કે ફોટો જે તે સમયની રાહુલ ગાંધીની રેલી અને કાર્યક્રમોમાંથી ભેગા કરવામાં આવ્યા છે.

ભારતમાં વિવિધ રાજ્યમાં થઈ ગયેલા અને જ્યાં થવા જઈ રહ્યા છે તેવા ઈલેક્શનમાં ભાજપ અત્યારથી લડાયક અને કાઉન્ટર કરતી જોવા મળી રહી છે. 2024 લોકસભાની ચૂંટણી આડે પણ હવે દિવસો ગણાઈ રહ્યા છે ત્યારે ભાજપે કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીને નિશાના પર લેતા પેરોન્ડી સોંગ વાળા એક એડિટેડ વિડિયોને પોસ્ટ કર્યો છે.

આ વિડિયોની પેરોડી ગોવિંદાની 1995ની સાલમાં આવેલી ફિલ્મ ગેમ્બલરથી પ્રેરિત છે. તેના જેતે સમયના ઘણા ફેમસ થયેલા સોન્ગ મેરી મરજી પરથી વિડિયોમાં રાહુલ ગાંધીની જેતે સમયની તસવીરોને મુકીને અને પોઈન્ટર્સ મુકવામાં આવ્યા છે કે જેને કટાક્ષમય રીતે પ્રસ્તુત કરવામાં આવ્યા છે. આમા લગાડવામાં આવેલા વિડિયો કે ફોટો જે તે સમયની રાહુલ ગાંધીની રેલી અને કાર્યક્રમોમાંથી ભેગા કરવામાં આવ્યા છે.

વિડિયોમાં કટાક્ષ કરવામાં આવ્યા છે કે તેમણે કઈ રીતે ખાલ બેગ ઉઠાવી છે, દરેક ચૂંટણી હારીને થાઈલેન્ડ કે ઈટલી જતા રહેવું કે પછી મનમોહનસિંહ સરકાર વખતે બિલ ફાડીને પોતાની લંકા લગાડવી વગેરેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વિડિયો નેશનલ ભાજપે ટ્વિટર પરથી પોસ્ટ કર્યો છે કે જેમા તેમના 21 મિલિયન ફોલોઅર્સ છે. આ સાથે અમે ગોવિંદા ફિલ્મનું એ ઓરિજિનલ સોન્ગ પણ મુકી રહ્યા છે.

રાહુલ ગાંધીને લઈને એમ પણ ભાજપ હંમેશા લડાયક રહેતું હોય છે અને તેમની કોઈ પણ ભૂલને તરત જ સોશ્યલ મિડિયા પર લઈ જઈને લાભ લેવાનું ચુકતું નથી. હવે જ્યારે રાહુલ ગાંધી દેશના વિવિધ રાજ્યમાં યોજાઈ રહેલા વિધાનસભાના ઈલેક્શનમાં પ્રચારક તરીકે અને કોંગ્રેસના મોટા નેતા તરીકેની ભૂમિકામાં આવ્યા છે ત્યારે ભાજપે રાહુલ ગાંધી સાથે જોડાયેલી વિવિધ ઘટનાઓને મેરી મરજીની પેરોડીમાં ઢાળી દીધી છે.

ભાજપના રાષ્ટ્રિય ટ્વિટર હેન્ડલ પરથી કરવામાં આવેલા ટ્વિટને લઈ સોશ્યલ મિડિયા પર તેની અસર જોવા મળી હતી. આ લખાઈ રહ્યું છે ત્યારે આ વિડિયો પર 583 કોમેન્ટ, 3 હજાર રિટ્વિટ, 7.6 હજાર લાઈક અને 113 સેવની ઈમ્પ્રેશન આવી ગઈ છે. આગળ જઈને આ વિડિયો વાયરલ થઈ જાય તોપણ નવાઈ નહીં કેમકે ચૂંટણી માત્ર વિધાનસભાથી અટકી નથી જવાની અને 2024નું લોકસભાનું રણ તો હજુ બાકી છે.