ભાજપે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા છે. ભાજપે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર એક પોસ્ટર શેર કર્યું છે. જેમાં રાહુલ ગાંધીને રાવણ કહ્યા છે. આ પોસ્ટના કેપ્શનમાં ભાજપે લખ્યું- આ નવા જમાનાનો રાવણ છે, જે દુષ્ટ, ધર્મ વિરોધી અને રામ વિરોધી છે. ભાજપે લખ્યું કે તેમનો ઉદ્દેશ્ય ભારતને નષ્ટ કરવાનો છે. આ પોસ્ટરનું હેડિંગ આપવામાં આવ્યું હતું કે ભારત સંકટમાં છે.

આ સાથે ભાજપે તેના સોશિયલ મીડિયા હેન્ડલ ટ્વિટર પરથી ‘ઘમંડિયા ફાઇલ્સ’ નામનો ચોથો એપિસોડ બહાર પાડ્યો છે. આ પ્રકરણમાં ભાજપે પશ્ચિમ બંગાળમાં સત્તા પર રહેલી ટીએમસી પર નિશાન સાધ્યું છે અને લખ્યું છે કે, ‘ટીએમસીના શાસનમાં બંગાળમાં ચૂંટણી જીતવી. કેવી રીતે લોકશાહીના ટુકડા કરવામાં આવી રહ્યા છે, મમતા બેનર્જીના કાર્યકરોમાં હુમલો, હત્યા અને બળાત્કાર દ્વારા ગામડે ગામડે ડર ફેલાયો છે.
મહત્વનુ છે કે રાહુલ ગાંધીનું રાવણ પોસ્ટર શેર કરવાં બાબતે કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ઈમરાન પ્રતાપગઢીએ રાહુલના ‘રાવણ’ પોસ્ટરને લઈને ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે ભાજપ નર્વસ થઈ ગઈ છે અને તેથી આવા નિવેદનો અને પોસ્ટરો જારી કરીને રાહુલ ગાંધીને કોર્નર કરી રહી છે. BJP, INDIA Alliance થી નારાજ છે અને આવા નિવેદનો થી INDIA Alliance ને તોડવા માંગે છે પણ એવું થશે નહિ. રાહુલ ગાંધીથી મોટો શિવભક્ત કોઈ નથી.