- દાહોદ જીલ્લાની 9 તાલુકા પંચાયતમાં જીલ્લા પંચાયતના હોદ્દેદારો એક દિવસ પહેલા જાહેર કરી ભાજપે સૌને ચૌકાવ્યા..
દાહોદ, દાહોદ જીલ્લામાં અનેક પ્રકારની અસમંજસતા અને અનેક પ્રકારની અટકળો વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ આજે જીલ્લાની 9 તાલુકા પંચાયત અને એક જીલ્લા પંચાયત માટે પોતાના સત્તાવાર ઉમેદવારોનું ફોર્મ મેનડેટ આપી ફોર્મ ભર્યા હતા. જોકે આશ્ચર્ય વચ્ચે એક પણ પંચાયતમાં અન્ય કોઈ ઉમેદવારો ઉમેદવારી ન કરતા જીલ્લા પંચાયત સહિતની 9 તાલુકા પંચાયત બિનહરીફ રહેવા પામી છે. જોકે આવતીકાલે યોજાનારી સામાન્ય સભામાં ચૂંટણી માત્ર ઓપચારિકતા બની રહેશે. ત્યારે ભાજપની નો રિપીટની થીયરી આગામી લોકસભાની ચૂંટણીમાં કેવું અને ક્યા પ્રકારનું વાતાવરણ ર્સજશે તે મહત્વનું બની રહેશે.
દાહોદ જીલ્લામાં નવ તાલુકા પંચાયત તેમજ એક જીલ્લા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દાદારોની ચૂંટણી આવતીકાલે યોજવાની છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણીના એક દિવસ પહેલા જીલ્લાની 9 તાલુકા પંચાયત તેમજ જીલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, પક્ષના નેતા, દંડક સહિતના મહત્વના પદો ઉપર હોદ્દેદારોની નામની જાહેરાત સાથેના મેન્ડેટ જે તે તાલુકા પંચાયત કચેરીમાં મોકલી આપ્યા હતા. તેમજ દાહોદ જીલ્લા કમલમ કાર્યાલય ખાતે જીલ્લા પ્રમુખ શંકર આમલીયારની અધ્યક્ષતામાં યોજાયેલી પત્રકાર પરિષદ યોજી તાલુકા પંચાયત તેમજ જીલ્લા પંચાયતના ઉમેદવારોના નામો જાહેર કર્યા હતા. ત્યારબાદ કમલમ ખાતે ઉપસ્થિત જીલ્લા પંચાયતના સદસ્યોએ જીલ્લા પંચાયત કચેરી ખાતે પહોંચી ચૂંટાયેલા હોદ્દેદારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. જોકે, ઉમેદવારી પત્ર સમયમર્યાદામાં ન આવતા ભારતીય જનતા પાર્ટીના સમર્થકોએ “ભારત માતા કી જય” સાથે આનંદ ઉત્સવ મનાવ્યો હતો. તેમજ ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈઓ વહેંચી હતી.
ભાજપે દાહોદ-ઝાલોદ પંચાયતમાં ડેમેજ કંટ્રોલ કરતા તમામ 10 પંચાયતો બિનહરીફ ચૂંટાઈ..
ભાજપે આજે જાહેર કરેલા 9તાલુકા પંચાયતના પ્રમુખ ઉપ પ્રમુખ સહિતના હોદ્દેદારોના મેન્ડેટ જાહેર કરતા સર્વ માન્ય રહેવા પામ્યા છે. જોકે, છેલ્લા કેટલાક દિવસના ભાજપી નેતાઓની માડા ગાંઠ કે પંચાયતના સત્તારૂઢ સદસ્યોં પૈકી દાહોદ તાલુકા પંચાયત અને ઝાલોદ તાલુકા પંચાયતમાં બળવાના એંધાણ વાર્તાયા હતા. એટલું જ નહિ જુથબાજી વચ્ચે ચોક્કસ ચૂંટણી યોજાશે, તેવી અટકલો વર્તાઈ હતી. પરંતુ ભાજપ મોવડીઓ, પ્રદેશ નેતાગીરી, તેમજ નો રિપીટ થિયરીના ગણિતે સૌ કોઈ ઈચછુક સભ્યોને મનાવી લેવામાં સફળતા હાંસલ કરતા જીલ્લામાં કોઈ પણ જગ્યાએ અન્ય ઉમેદવારોએ ફોર્મ ન ભરતા ભાજપે શાંતિનો ઓડકાર લીધો હતો. જોકે, આવતીકાલે યોજાનારી સામાન્ય સભામાં હાજરી ગેરહાજરી મહત્વની બની રહેશે. હાલ તો ભાજપે 9 તાલુકા પંચાયતો અને એક જીલ્લા પંચાયત મળી કુલ પંચાયતો બિન હરીફ કરાવી છે.ત્યારે સદસ્યોં અને સંબંધિત નેતાગીરીનો છૂપો અસંતોષ કે આક્રોશ આવનારી લોકસભાની ચૂંટણી ઉપર કેવો પ્રભાવ પાડશે તે જોવું રહ્યું.
દાહોદ જીલ્લા પંચાયતમાં ચુંટાયેલા સભ્યો….
(1) કરણસિંહ સોમજીભાઈ ડામોર (પ્રમુખ)
(2) અરવિંદાબેન સામતભાઈ પટેલીયા (ઉપ પ્રમુખ)
(3) અભેસીંગભાઈ વસાભાઈ મોહનીયા (કારોબારી ચેરમેન)
(4) પ્રતાપભાઈ ભલાભાઈ પારગી (પક્ષના નેતા)
(5) અર્જુનભાઈ વાલાભાઈ નાસણીયા દંડક
દાહોદ તાલુકા પંચાયતમાં ચુંટાયેલા સભ્યો….
(1) અરવિંદાબેન મતાભાઈ કિશોરી (પ્રમુખ)
(2) નેતાભાઈ સુરસીંગભાઈ માવી (ઉપ પ્રમુખ)
(3) રજનીકાંતભાઈ રમેશચંદ્ર પરમાર (કારોબારી ચેરમેન)
(4) બાલુભાઈ સમસુભાઈ પરમાર (પક્ષના નેતા)
બોકસ: ગરબાડા તાલુકા પંચાયતમાં ચુંટાયેલા સભ્યો…..
(1) મયુરભાઈ ભલાભાઈ ભાભોર (પ્રમુખ)
(2) લલ્લુભાઈ મલાભાઈ જાદવ (ઉપ પ્રમુખ)
(3) સંદિપભાકુમાર સરદારભાઈ વહોનીયા (કારોબારી ચેરમેન)
(4) ચંદાબેન મુકેશભાઈ નાસનીયા (પક્ષના નેતા)
બોકસ: દેવગઢ બારીઆ તાલુકા પંચાયતમાં ચુંટાયેલા સભ્યો
(1) જસવંતસીંગ અમરસીંગભાઈ રાઠવા (પ્રમુખ)
(2) સુમનબેન નરેન્દ્રસિંહ બારીઆ (ઉપ પ્રમુખ)
(3) કિરીટભાઈ સર્જેનભાઈ રાઠવા (કારોબારી ચેરમેન)
(4) મંગળસિંહ જેસીંગભાઈ ડામોર (પક્ષના નેતા)
સંજેલી તાલુકા પંચાયતમાં ચુંટાયેલા સભ્યો
(1) અરૂણાબેન આકાશભાઈ પલાસ (પ્રમુખ)
(2) રમણભાઈ રામસીંગભાઈ સંગાડા (ઉપ પ્રમુખ)
(3) સંગીતાબેન ચંદુભાઈ રાવત (કારોબારી ચેરમેન)
(4) જગદીશબાઈ વરસીંગભાઈ પરમાર (પક્ષના નેતા)
સીંગવડ તાલુકા પંચાયતમાં ચુંટાયેલા સભ્યો
(1) ગોવિંદભાઈ બાબુભાઈ વહોનીયા (પ્રમુખ)
(2) શ્રુતિબેન રાજેશકુમાર ડામોર (ઉપ પ્રમુખ)
(3) પરવતભાઈ સુરમાભાઈ ડામોર(કારોબારી ચેરમેન)
(4) રવેસિંહ તેરાભાઈ તાવીયાડ (પક્ષના નેતા)
ઝાલોદ તાલુકા પંચાયતમાં ચુંટાયેલા સભ્યો
(1) સુમિત્રાબેન સવસીંગભાઈ વસૈયા (પ્રમુખ)
(2) નિશાબેન રામુભાઈ પરમાર (ઉપ પ્રમુખ)
(3) નિલેશભાઈ કાળુભાઈ પરમાર(કારોબારી ચેરમેન)
(4) મંજુલાબેન નિલેશભાઈ હાંડા (પક્ષના નેતા)
લીમખેડા તાલુકા પંચાયતમાં ચુંટાયેલા સભ્યો
(1) ઈલાબેન બાલમુકુંદ નિનામા (પ્રમુખ)
(2) ગમીરભાઈ સાયબાભાઈ પરમાર(ઉપ પ્રમુખ)
(3) ર્ડા. મોહનભાઈ સુરપાલભાઈ ભાભોર(કારોબારી ચેરમેન)
(4) દિનેશભાઈ વીરસીંગભાઈ ડામોર (પક્ષના નેતા)
ધાનપુર તાલુકા પંચાયતમાં ચુંટાયેલા સભ્યો
(1) અભેસિંહ છગનભાઈ મોહનીયા (પ્રમુખ)
(2) લલિતાબેન રતનસિંહ ચૌહાણ (ઉપ પ્રમુખ)
(3) ધીરૂભાઈ સનુભાઈ ભાભોર (કારોબારી ચેરમેન)
(4) નરવતભાઈ મગનભાઈ રાઠોડ(પક્ષના નેતા)
ફતેપુરા તાલુકા પંચાયતમાં ચુંટાયેલા સભ્યો
(1) ભરતભાઈ મગનભાઈ પારઘી (પ્રમુખ)
(2) જયાબેન મુકેશભાઈ પારઘી (ઉપ પ્રમુખ)
(3) અશ્ર્વિનભાઈ હીરાભાઈ ચરપોટ (કારોબારી ચેરમેન)
(4) ધીરાભાઈ હીરાભાઈ ચરપોટ (પક્ષના નેતા)