ભાજપે ત્રણ રાજ્યો માટેના સ્ટાર પ્રચારકોની યાદી કરી જાહેર,મોદી, નડ્ડા,અમિત શાહના નામો સામેલ

  • પશ્ર્ચિમ બંગાળમાં યોગી આદિત્યનાથ ઉપરાંત આસામના મુખ્યમંત્રી હેમંત વિશ્ર્વ શર્મા અને ત્રિપુરાના સીએમ માણિક સાહા જ સ્ટાર પ્રચારકો

નવીદિલ્હી, ભારતીય જનતા પાર્ટીએ ત્રણ રાજ્યો માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી. આ યાદીમાં ભાજપ તરફથી યોગી આદિત્યનાથ એકમાત્ર એવા મુખ્યમંત્રી છે જેમનું નામ ત્રણેય રાજ્યોના સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ છે. ભાજપે મયપ્રદેશ, પશ્ર્ચિમ બંગાળ અને બિહાર માટે ૪૦-૪૦ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. સ્ટાર પ્રચારકોની યાદી મુજબ મયપ્રદેશમાં ભાજપના અનેક મુખ્યમંત્રીઓ સ્ટાર પ્રચારક છે. તેમાં રાજ્યના મુખ્યમંત્રી ડો. મોહન શર્મા, તેમની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાઓ, આસામના મુખ્યમંત્રી હેમંત વિશ્ર્વ શર્મા, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પણ સામેલ છે. પશ્ર્ચિમ બંગાળમાં યોગી આદિત્યનાથ ઉપરાંત આસામના મુખ્યમંત્રી હેમંત વિશ્ર્વ શર્મા અને ત્રિપુરાના સીએમ માણિક સાહા જ સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ છે. અન્ય તમામ મુખ્યમંત્રીઓ પશ્ર્ચિમ બંગાળમાં સ્ટાર પ્રચારક નથી.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જ્યાં પણ જાય છે ત્યાં અલગ અંદાજમાં જાય છે અને લોકોને આકર્ષે છે. આ જ કારણ છે કે દરેક રાજ્યમાં ચૂંટણી દરમિયાન યોગી આદિત્યનાથની માંગ વધી જાય છે. યોગી આદિત્યનાથની દરેક ચૂંટણી પ્રચારમાં દરેક જગ્યાએ માંગ છે. આ પહેલા તેઓ એમપી, રાજસ્થાન, છત્તીસગઢ, પશ્ર્ચિમ બંગાળ, તેલંગાણા, બિહાર જેવા રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કરી ચૂક્યા છે. તેમની રેલી કે સભામાં ભારે ભીડ ભેગી થાય છે. તેઓ હૈદરાબાદની મ્યુનિસિપલ ચૂંટણીમાં પ્રચાર કરવા પણ ગયા હતા, જ્યાં ભાજપને મોટો ફાયદો થયો હતો. તમામ રાજ્યોમાં ચૂંટણી પ્રચાર માટે જવું એ તેમના વધતા કદનો પુરાવો છે.

ભાજપે લોક્સભા ચૂંટણી ૨૦૨૪ માટે ઉમેદવારોની વધુ એક યાદી બહાર પાડી છે. ભાજપે આ યાદીમાં ત્રણ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. બીજેપીની આ યાદીમાં રાજસ્થાનના કરૌલી ધોલપુરથી ઈન્દુ દેવી જાટવ, દૌસા લોક્સભા સીટથી કન્હૈયા લાલ મીણા અને મણિપુરની આંતરિક મણિપુર લોક્સભા સીટથી થૌનાઓજમ બસંત કુમાર સિંહને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ભાજપની આ યાદીમાં પશ્ર્ચિમ બંગાળના ૧૯ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. આ નામોમાં રિટાયર્ડ જજ જસ્ટિસ અભિજીત ગાંગુલીનું નામ પણ સામેલ છે. તેમને તમલુકમાંથી ટિકિટ આપવામાં આવી છે. અભિજીત ગાંગુલી ઉપરાંત ભાજપે બેરકપુરથી અર્જુન સિંહને જ્યારે બર્ધમાન-દુર્ગાપુરથી દિલીપ ઘોષને ઉમેદવાર બનાવ્યા છે. રેખા પાત્રાને બસીરહાટથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તે સંદેશખાલીના પીડિતોમાંથી એક છે.

ભારતીય જનતા પાર્ટીએ રવિવારે ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી હતી. ભાજપે આ યાદીમાં કુલ ૧૧૧ નામોની જાહેરાત કરી હતી. ભાજપે પાંચમી યાદીમાં ઉત્તરપ્રદેશમાં કુલ ૧૩ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાંથી પાર્ટીએ નવ સાંસદોની ટિકિટ રદ્દ કરી છે. વીકે સિંહ સિવાય બીજેપીએ વરુણ ગાંધી, બરેલીથી સંતોષ ગંગવાર, કાનપુરથી સત્યદેવ પચૌરી , બદાઉનથી ડૉ. સંઘમિત્રા મૌર્ય, બારાબંકીથી ઉપેન્દ્ર સિંહ રાવત, હાથરસ રાજવીર સિંહ દિલેર, બહરાઈચથી અક્ષયવર લાલ ગૌર અને રાજેન્દ્ર અગ્રવાલની ટિકિટ રદ કરી છે.