લોક્સભા ૨૦૨૪ની ચૂંટણી પૂરી થતાં જ ભાજપે આગામી ત્રણ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની પેટાચૂંટણી માટે તૈયારી તેજ કરી દીધી છે. પાર્ટીએ હિમાચલ, ઉત્તરાખંડ અને એમપીની વિધાનસભાની પેટાચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે.
ભારતીય જનતા પાર્ટીએ ત્રણ રાજ્યો – મયપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડની આગામી વિધાનસભા પેટાચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. લોક્સભાની ચૂંટણી બાદ વિધાનસભાની કેટલીક બેઠકો ખાલી પડી હતી, જેના માટે હવે પેટાચૂંટણી યોજાવાની છે. આ રાજ્યોમાં યોજાનારી ચૂંટણી માટે ભાજપે યાદી જાહેર કરી છે.
પાર્ટીએ હિમાચલ પ્રદેશની દેહરા બેઠક પરથી હોશિયાર સિંહ ચંબ્યાલ, હમીરપુરથી આશિષ શર્મા અને નલગઢથી કૃષ્ણ લાલ ઠાકુરના નામની જાહેરાત કરી છે. તો મયપ્રદેશની અમરવાડા બેઠક પરથી ભાજપે કમલેશ શાહને મેદાનમાં ઉતાર્યા છે. તેમજ ઉત્તરાખંડની બદ્રીનાથ બેઠક માટે ભાજપે રાજેન્દ્ર સિંહ ભંડારી અને મેંગ્લોર બેઠક માટે કરતાર સિંહ ભડાના પર વિશ્ર્વાસ મૂક્યો છે. ભારતના ચૂંટણી પંચે બિહાર, પશ્ર્ચિમ બંગાળ, તમિલનાડુ, મયપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને હિમાચલ પ્રદેશની ૧૩ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી છે.
જે રાજ્યોની વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણી યોજાવાની છે તેમાં પશ્ર્ચિમ બંગાળની ચાર બેઠકો, હિમાચલ પ્રદેશની ત્રણ બેઠકો અને ઉત્તરાખંડની બે બેઠકોનો સમાવેશ થાય છે. જે ૧૩ વિધાનસભા મતવિસ્તારોમાં ચૂંટણી યોજાવાની છે તેમાં રૂપૌલી (બિહાર), રાયગંજ (પશ્ર્ચિમ બંગાળ), રાણાઘાટ દક્ષિણ (પશ્ર્ચિમ બંગાળ), બાગડા (પશ્ર્ચિમ બંગાળ), મણિક્તલા (પશ્ર્ચિમ બંગાળ), વિક્રવંડી (તામિલનાડુ), અમરવાડા (મય પ્રદેશ) બદ્રીનાથ (ઉત્તરાખંડ), મેંગ્લોર (ઉત્તરાખંડ), જલંધર પશ્ર્ચિમ (પંજાબ), દેહરા (હિમાચલ પ્રદેશ), હમીરપુર (હિમાચલ પ્રદેશ) અને નાલાગઢ (હિમાચલ પ્રદેશ)નો સમાવેશ થાય છે.