વલસાડ,લોક્સભા ચૂંટણીની જાહેરાત થયાને ઘણા દિવસો વીતી ગયા પરતું હજુ સુધી ગુજરાત ભાજપમાં નારાજગીનો સૂર સતત સામે આવી રહ્યો છે. વિવિધ જિલ્લા ભાજપમાંથી આંતરિક વિખવાદના દ્રશ્યો સામે આવ્યા છે. વલસાડ જિલ્લામાં પણ ભાજપ ઉમેદવાર ધવલ પટેલને બદલવાની માગ ઉઠી છે.
ભાજપ માટે અત્યારે તો પર એક સાંધે ત્યાં તેર તુટે તેવો ઘાટ થઇ રહ્યો છે. વલસાડ લોક્સભા બેઠક પર ભાજપના ઉમેદવાર ધવલ પટેલ સામેનો વિરોધ ચરમસીમાએ પહોંચ્યો છે.ધરમપુર વિધાનસભા હેઠળના વિસ્તારોમાં ધવલ પટેલને બદલવાની માગ સાથેના બેનરો લાગ્યા. જો ઉમેદવાર ન બદલાય તો મતદાનથી જવાબ અપાશે તે પ્રકારનો સંદેશ આપતા બનેરો લાગ્યા. લેટર બોમ્બ બાદ, બેનરો લાગ્યા પછી હવે આ વિરોધ ક્યાં જઇને અટકશે તે તો આવનારો સમય જ બતાવશે.