લખનૌ,
પશ્ચિમ યુપીમાં ભાજપે સમાજવાદી પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે કારણ કે સહારનપુરના સમાજવાદી પાર્ટીના મજબૂત નેતા અને પૂર્વ મંત્રી ધરમ સિંહ સૈની ખતૌલીમાં જાહેર સભા દરમિયાન સીએમ યોગી આદિત્યનાથની હાજરીમાં ભાજપમાં જોડાયા છે પશ્ચિમ યુપીના પછાત વર્ગમાં ભાજપ માટે આને મોટો ફટકો માનવામાં આવે છે. આને સૈનીની ભાજપમાં ઘર વાપસી કહેવામાં આવી રહી છે.
હકીક્તમાં સૈનીએ વિધાનસભા ચૂંટણી પહેલા પછાત વર્ગની ઉપેક્ષા કરવાનો આરોપ લગાવી અખિલેશ યાદવ સાથે હાથ મિલાવ્યા હતા. તે સમયે સૈની ભાજપ સરકારમાં આયુષ મંત્રી હતા. કહેવાય છે કે, સહારનપુરથી ચૂંટણી હાર્યા બાદ સપામાં ધરમ સિંહ સૈનીને સાઇડલાઇન કરી દેવામાં આવ્યા હતા.
ધરમ સિંહ સૈનીએ કહ્યું હતું કે, મેં બીજેપી છોડી દીધી કારણ કે, મારું કોઈ પણ રીતે સાંભળવામાં આવ્યું ન હતું. સંસ્થાના હોદ્દેદારોને પણ સાંભળવામાં આવ્યા ન હતા. જ્યારે ૧૪૦ ધારાસભ્યોએ ધરણા કર્યા ત્યારે બધાને ધમકી આપવામાં આવી હતી, તેથી જ બધાએ નક્કી કર્યું હતું કે તેઓ યોગ્ય જવાબ આપશે. સૈનીએ એવો પણ દાવો કર્યો હતો કે, દરરોજ એક મંત્રી અને ૨ થી ૩ ધારાસભ્યો તેમની સાથે ભાજપ છોડશે. ત્યારે ચૂંટણી પહેલા ભાજપના ૨૦ જેટલા નેતાઓએ ભાજપ છોડી દીધું હતું.
નોંધનીય છે કે, વર્ષ ૨૦૧૯માં ભાજપના ધારાસભ્યો વિધાનસભાની અંદર તેમની જ સરકાર વિરુદ્ધ ધરણા પર બેઠા હતા, જોકે સરકાર અને સ્પીકરના આશ્ર્વાસન પછી ધારાસભ્યોએ ધરણા કાર્યક્રમ પાછો ખેંચ્યો હતો.
મહત્વનું છે કે, ડો.ધરમસિંહ સૈની એક જ બેઠક પરથી સતત ચાર વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ ૨૦૦૨માં સરસાવા (હાલ નકુડ) વિધાનસભા બેઠક પરથી બસપા તરફથી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. આ પછી ૨૦૦૭ની ચૂંટણીમાં અને ફરીથી ૨૦૧૨ (હાલ નકુડ)માં તેઓ મ્જીઁ તરફથી ત્રીજી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા. આ પછી ૨૦૧૬માં તેણે પોતાનું બેનર બદલ્યું. તેણે ૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી હતી અને ચોથી વખત ચૂંટણી જીતી હતી. ત્યારબાદ ૨૦૨૨માં વિધાનસભા ચૂંટણી પહેલા તેઓ ભાજપ છોડીને સપામાં જોડાયા હતા. તેઓ નકુડથી ચૂંટણી લડ્યા હતા પરંતુ ભાજપના ઉમેદવાર મુકેશ ચૌધરી સામે ૩૧૫ મતોના માજનથી હારી ગયા હતા.