નવીદિલ્હી,\ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ખેડૂતો મુદ્દે ભાજપ પ્રહાર કર્યા છે. પ્રિયંકાએ શુક્રવારે (૧૨ એપ્રિલ) કહ્યું કે, ’ભાજપના નેતૃત્વ વાળી એનડીએ સરકારમાં એક લાખથી વધુ ખેડૂતોએ સુસાઈડ કર્યું છે. ખેડૂતોની ન તો આવક બેગણી થઈ અને ન તો એમએસપી અપાયું. તેમણે વાયદો કર્યો કે કોંગ્રેસની સરકાર બનશે તો ન માત્ર એમએસપીની ગેરેન્ટી આપીશું, પરંતુ ખેડૂતો માટે દેવામાફી પણ થશે.’
દેશમાં લોક્સભા ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. આ સમયે તમામ પક્ષ પોતપોતાના ચૂંટણી ઢંઢેરાઓમાં ખેડૂતો માટે અનેક વાયદાઓ કરી રહ્યા છે. એવો જ વાયદો કોંગ્રેસે પણ કર્યો છે, જેમણે કહ્યું કે, ’તેઓ ખેડૂતોને એમએસપીની કાયદાકીય ગેરેન્ટી આપવાના છે. અહીં મહત્વની વાત એ છે કે પંજાબ-હરિયાણા બોર્ડર પર પ્રદર્શન કરનારા ખેડૂતોની માંગ પણ એ જ છે. તેઓ સરકારથી સતત માગ કરી રહ્યા છે કે તેમને પાકો પર એમએસપીની કાયદાકીય ગેરેન્ટી આપવામાં આવે.’
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર પ્રિયંકા ગાંધીએ આરોપ લગાવ્યો કે ભાજપે ખેડૂતોના દેવા માફ ન કર્યા, પરંતુ ઉદ્યોગપતિઓના લાખો કરોડ રૂપિયા માફ થયા છે. તેમણે ઠ પર લખ્યું કે, ’આજે દેશમાં દરરોજ ૩૦ ખેડૂતો આત્મહત્યા કરે છે. ભાજપ રાજમાં ૧ લાખથી વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી. કૃષિમાં ઉપયોગ થનારી જરૂરી વસ્તુઓ અને ઉપકરણો પર જીએસટી વસૂલવામાં આવે છે.’
કોંગ્રેસ મહાસચિવે આરોપ લગાવ્યો કે, ’૧૦ વર્ષમાં ન ખેડૂતોને એમએસપી મળી, ન આવક બેગણી થઈ. દેવામાં ડૂબેલા ખેડૂતોનો એક પૈસો માફ ન થયો, પરંતુ કેટલાક ઉદ્યોગપતિઓ ૧૬ લાખ કરોડ માફ કરી દીધા.’