ભાજપ સાંસદ મનોજ તિવારીના ઘરે પુત્રીનો જન્મ, લક્ષ્મી બાદ સરસ્વતી આવ્યા : તિવારી

નવીદિલ્હી,

થોડા દિવસો પહેલા, ૫૧ વર્ષીય રાજનેતા મનોજ તિવારીએ તેમની પત્ની સુરભી તિવારીના ’બેબી શાવર’નો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો અને ખુશીના સમાચાર આપ્યા હતા કે તે ટૂંક સમયમાં બીજા બાળકના પિતા બનવાના છે. મનોજ તિવારી અને સુરભી તિવારીની આ બીજી પુત્રી છે. મનોજ તિવારીને તેની પહેલી પત્નીથી એક પુત્રી પણ છે. આમ મનોજ તિવારી ત્રણ પુત્રીઓના પિતા બન્યા છે.

સુરભી મનોજ તિવારીની બીજી પત્ની છે અને તેમના ઘરે ૨૦૨૦માં પહેલી દીકરીનો જન્મ થયો હતો. અગાઉ મનોજ તિવારીએ ૧૯૯૯માં રાની તિવારી સાથે લગ્ન કર્યા હતા અને બંનેને રિતિ નામની પુત્રી છે. ૨૦૧૨માં, મનોજ અને રાની તિવારીએ લગ્નના ૧૧ વર્ષ પછી અલગ થવાનો નિર્ણય કર્યો.

મનોજ તિવારીએ ઈન્સ્ટાગ્રામ પર ’બેબી શાવર’નો વીડિયો શેર કરતાની સાથે જ સેલિબ્રિટીઝ અને તેના ચાહકોએ તેને શુભેચ્છા પાઠવી હતી. જોકે, ૫૧ વર્ષની ઉંમરમાં ત્રીજા બાળકના પિતા બનવા માટે ઘણા લોકોએ તેમને ટ્રોલ પણ કર્યા હતા. એ યાદ રહે કે ભાજપ સાંસદ મનોજ તિવારીના ધરે પુત્રીનો જન્મ થતાં તેમણે ટ્વીટ કરી જણાવ્યું હતું કે લક્ષ્મી બાદ સરસ્વતી આવી છે.તેનાથી પરિવારના સભ્યો ખુશ છે.