ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે પાટીલ યથાવત રહેશે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફેરફાર

ઓબીસી અનામતના કારણે અટકેલી ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણી આગામી સપ્ટેમ્બરમાં યોજાવાની શકયતા ના પગલે ભાજપે તૈયારીઓ શરૂ કરી છે. ઉપરાંત ગુજરાત ભાજપ આ તમામ ચૂંટણીઓ સી આર પાટીલની આગેવાનીમાં લડશે, તેવા સંકેત પણ આજે ભાજપ કાર્યલય કમલમ ખાતે યોજાયેલી ૨ બેઠકોમાં પાટીલે કરેલા સંબોધનથી મળી રહ્યા છે. આજની બેઠકમાં ચૂંટણીઓ માટેની જવાબદારીઓ સોંપવા માટેની ચર્ચા કરવામાં આવી હતી. આગામી દિવસોમાં ગુજરાત ભાજપના ૨ મહામંત્રીઓ આ જવાબદારી વહેચણી કરશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું.

આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપની તૈયારીઓ તેજ કરી દીધી છે. આ પહેલા અનેક અટકળો હતી કે નવા પ્રમુખ કોણ હશે, પરંતુ તે વાતનો હવે છેદ ઊડી ગયો છે. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના નેતૃત્વમાં સ્થાનિક સ્વરાજ્ય થશે ચૂંટણી યોજશે.

લોક્સભાની સામન્ય ચૂંટણી બાદ પ્રદેશ ભાજપની શુક્રવારે કમલમ ખાતે બેઠક મળી હતી. પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે યોજાયેલી બેઠક પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં પ્રથમ બેઠક ભાજપના પ્રદેશના હોદેદારોની બેઠક મળી હતી. ભાજપના મહામંત્રી રજની પટેલ અને વિનોદ ચાવડા તેમજ સંગઠન મહામંત્રી રત્નાકરજી ઉપસ્થિતિમાં મળી હતી. બીજી બેઠક આવનારી જિલ્લા પંચાયત, નગર પાલિકા, તાલુકા પંચાયતની ચૂંટણીને લઈ ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની અધ્યક્ષતામાં મળી હતી. મહત્વનું છે કે આવનાર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પ્રદેશ પ્રમુખ પાટીલના અધ્યક્ષ સ્થાને યોજશે તેઓ હુંકાર આપ્યો હતો.

એટલે કે રાજ્યમાં વિધાનસભા લોક્સભા બાદ વધુ એક ચૂંટણી પણ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં યોજાશે. એટલે કે હાલ ગુજરાત ભાજપ પ્રદેશ સંગઠન માળખામાં કોઈ ફેરફાર નહિ થાય. કમલમ ખાતે આજે યોજાયેલી બેઠકમાં પાટીલના નેતૃત્વમાં થશે તેવો હુંકાર કરીને તમામ કાર્યર્ક્તા હોદ્દેદારોને જોશ સાથે કામે લાગવા પ્રદેશ પ્રમુખે સૂચન પણ કર્યું હતું. આવનાર સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે મંથન થયું હતું.

જે મુજબ આવનાર સમયમાં રાજ્યમાં ૫૩૦૦ જેટલી ગ્રામ પંચાયત, ૭૫ નગર પાલિકા, ૧૭ તાલુકા પંચાયત સાથે સાથે ખેડા અને બનાસકાંઠા એમ ૨ જિલ્લા પંચાયત ચૂંટણી પણ યોજવાની છે. જે અંગે ભાજપની આજે મળેલી બેઠકમાં ચૂંટણીની પૂર્વ તૈયારીઓ અંગે બેઠકમાં મંથન થયું હતું. આવનાર દિવસોમાં ભાજપ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હોદેદારો જવાબદારી નિયુક્ત કરશે.

ભાજપે કેબિનેટ મંત્રી બન્યા બાદ પ્રથમ બેઠક મળતા સીઆર પાટીલનો ૪ વર્ષનો કાર્યકાળ આવતીકાલે પૂર્ણ થઈ રહ્યો છે. માટે તેમનું અભિવાદન કરાયું હતું. હવે પાટીલના નેતુવના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડશે અને પ્રદેશ ભાજપે પણ તે દિશામાં તૈયારીઓ તેજ કરી દીધી છે.કેન્દ્રીય નેતૃત્વ પ્રદેશ અધ્યક્ષનો નિર્ણય ન કરે ત્યાં સુધી સીઆર પાટીલની આગેવાનીમાં ચૂંટણી માટે ભાજપ એક્ટિવ બનીને ચૂંટણીની તૈયારી આરંભી દીધી છે.