ગાંધીનગર, ગાંધીનગરમાં લોક્સભા ચૂંટણી મુદ્દે પ્રદેશ ભાજપની મહત્વની બેઠક મળી. પ્રદેશ કારોબારીના પ્રથમ સત્રમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે તમામ ૨૬ બેઠકો જીતવા આહવાન કર્યુ છે. ૫ લાખની લીડથી તમામ બેઠકો જીતવા માર્ગદર્શન આપવામાં આવ્યુ. સી આર પાટીલે ભાજપ પ્રદેશ સંગઠનને ટકોર કરી કે લોક્સભા ચૂંટણી માટે ફક્ત પ્રયત્ન નથી કરવાનો, પરિણામ લાવવાનું છે.
પ્રદેશ કારોબારીના પ્રથમ સત્રમાં સી આર પાટીલે ભાજપ સંગઠનને કહ્યુ કે ગુજરાતના તમામ બુથ ૧૦૦ ટકા પ્લસ કરવાના છે. હાલ ૧૨ હજાર બૂથ નેગેટિવ છે, જેને પ્લસ કરવા ટાર્ગેટ આપવામાં આવ્યો. મતદાર યાદી અને લાભાર્થીઓની યાદીથી મતદાર સુધી પહોંચવા પણ સૂચના આપવામાં આવી.
ભાજપ એક કેડરબેઝ પાર્ટી છે. ભાજપની જીતમાં કાર્યર્ક્તાઓનો ખૂબ મોટો ફાળો હોય છે, ત્યારે લોક્સભા ચૂંટણી મુદ્દે મળેલી પ્રદેશ ભાજપની બેઠકમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે હુંકાર કર્યો છે. સી આર પાટીલે લોક્સભા ચૂંટણીમાં ગુજરાતની ૨૬એ ૨૬ બેઠક જીતવાની વાત કરી છે.સાથે જ કહ્યુ છે કે પ્રયત્ન નથી કરવાના પરિણામ લાવવાના છે, એટલે કે પરિણામ લક્ષી વાત કરી છે. ભાજપ દ્વારા ખુલીને ક્યારેક પોતાની ક્ષતિઓ કહેવામાં આવતી નથી, પરંતુ તે તેની ક્ષતિઓ પર કામ ચોક્કસથી કરે છે.
પ્રદેશ કારોબારીની બેઠકમાં પાંચ રાજ્યોના પરિણામો પર પણ ચર્ચા થઇ રહી છે.આ સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ૧૫૬ બેઠક આવ્યા બાદ પણ કેટલા બુથ માઇનસ છે તેનું ગણિત પણ જોવા મળી રહ્યુ છે.આ પ્રમાણે ગુજરાતમાં અત્યારે ભાજપના ૧૨ હજાર જેટલા બુથ માઇનસ છે. આ ૧૨ હજાર બુથને કઇ રીતે પ્લસ કરવા તે અંગેની બેઠકમાં ચર્ચા થઇ.