ગાંધીનગર, લોક્સભા ચૂંટણી પહેલા જ ભાજપ તરફી જુવાળ જોવા મળી રહ્યાં છે. ભાજપે ભરતી મેળો શરૂ કરીને મોટી સંખ્યામા લોકોને આવકારી રહ્યું છે. ત્યારે આજે કમલમમાં ભાજપનો સૌથી મોટો ભરતી મેળો થયો હોય એમ કહી શકાય. રાજકારણના પાંચ મોટા નેતાઓ તથા વિવિધ પાર્ટીના કાર્યકરો સહિત કુલ ૨૫૦૦ લોકો ભાજપમાં સામેલ થયા છે. કમલમમાં આજે આપ અને કોંગ્રેસના કાર્યર્ક્તાઓએ કેસરિયા કર્યાં. જેમાં બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા ૮૦૦ સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે. તો કોંગ્રેસના બનાસકાંઠાના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ પણ ભાજપમાં જોડાયા છે. પૂર્વ સીએમ છબીલદાસ મહેતાના પુત્રી સુનીતાબેન જોડાયા,આપ અમદાવાદના નેતા સંજય મોરી અને ફતેસિંહ વસાવા, ઝઘડિયાના કોંગ્રેસના ઉમેદવાર રહી ચૂક્યા છે તેઓ ભાજપમાં જોડાયા છે
તાજેતરમાં જ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે કેસરિયો ધારણ કર્યો છે, ત્યારે હવે વધુ એક નેતા ભાજપમાં સામેલ થવા જઈ રહ્યા છે. ભાજપ હવે આદિવાસી વિસ્તારમાં મોટું ગાબડું પાડવાની તૈયારીમાં છે.બીટીપી પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કમલમ ખાતે ભાજપમાં જોડાયા છે. પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાની સાથે સાથે અમદાવાદના કેટલાક પૂર્વ કોર્પોરેટરો સહિત આપ અને કોંગ્રેસના કુલ ૧૨૦૦ કાર્યકરો ભાજપમાં જોડાયા છે