ગ્વાલિયર,કેબિનેટ મંત્રી અને જ્યોતિરાદિત્ય સિંધિયાના કટ્ટર સમર્થક ઈમરતી દેવીએ સિંધિયાને મુખ્યમંત્રી ગણાવ્યા છે. મંત્રી તુલસી સિલાવત, મંત્રી ભરત સિંહ કુશવાહા, વિભાગીય પ્રભારી જીતુ જીરાતી પણ ઈમરતી દેવીના શબ્દો સાંભળીને આશ્ર્ચર્યચક્તિ થઈ ગયા. જોકે, પોતાની ભૂલનો અહેસાસ થતાં જ ઈમરતિ દેવીએ કાર્યક્રમમાં હાજર જ્યોતિરાદિત્ય સિંધિયા સામે જોયું અને હસીને આગળ બોલ્યા.
વાસ્તવમાં, ઇમરતી દેવી ગ્વાલિયરમાં ભાજપની અનુસૂચિત જાતિ મોરચાની વિભાગીય બેઠકમાં કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની હાજરીમાં કાર્યર્ક્તાઓને સંબોધિત કરી રહી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે અમારા મુખ્યમંત્રી, અમારા નેતા શ્રીમંત જ્યોતિરાદિત્ય સિંધિયા… આટલું બોલતાની સાથે જ ઈમરતિ દેવીએ એક વાર સિંધિયા તરફ જોયું અને સ્મિત સાથે પોતાનું ભાષણ ચાલુ રાખ્યું. કાર્યક્રમ બાદ જ્યારે ઈમરતી દેવીને સિંધિયાના મુખ્યમંત્રી બનવાના સવાલ પર પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે આ બજરંગબલીજીની કૃપા છે. જે છોડશે તે જ જશે.જોકે તેમણે એમ પણ કહ્યું કે અમારી વરિષ્ઠ નેતાગીરી અને મોટા નેતાઓ બેઠા છે, તેમની સલાહ મુજબ અમે તેમની સાથે છીએ.