ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ રેલ મંત્રીના રાજીનામાની કરી માગ

નવીદિલ્હી, ઓડિસાના બાલાસોરમાં થયેલા રેલ અકસ્માત બાદ હવે એક એક કરીને લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. કોગ્રેસ નેતાએ રેલવેની સુરક્ષાને નજરઅંદાજ કરવાનો આરોપ લગાવ્યો છે તો સુબ્રમણ્યમ સ્વામીએ રેલવે ટ્રેક પર સાલ ઉભા કર્યા છે.

સ્વામીએ ટ્વીટ કરીને લખ્યુ હતુ કે, હવે અમે જાણીએ છીએ કે, આપણે જાણીએ છીએ કે, જે ટ્રેન સામેથી આવી રહેલી ટ્રેન સાથે ટકરાઇને ટ્રેક પરથી ઉડીને ગઇ હતી. તે ટ્રેક પર જવાની મંજુરી જ નહોતી. કેમ કે, તે ટ્રેક ધીમી રતાર વાળી ટ્રેન મોટે હતો. રેલ મંત્રીને પ્રધાનમંત્રીની રાહ જોયા વગર રાજીનામુ આપી દેવુ જોઇએ.

સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ કે, તેમા કોઇ શંકા નથી કે, પીએમ મોદી અક્ષમ લોકોની ભરતી કરવામાં કે યોગ્યતા વગરના લોકોને મંત્રી બનાવા માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. પીએમ તેની કિમત ચુકાવી રહ્યા છે. વફાદાર ચેલાને કામન શોપવાને લીધે મણીપુર તેનુ બીજુ ઉદાહરણ છે.

જણાવી દઇએ કે, ઓડીસાના બાલાસોરમાં શનિવારે એક ટ્રેક પર ત્રણ ટ્રેનની ભીસણ અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં ૨૮૮ લોકોના માર્યા જવાના સમાચાર મલ્યા છે. જ્યારે લગભગ ૯૦૦ લોકોના ઘાયલ થવાના સમાચાર છે.