ભાજપ નેતાને જજ બનાવવા સામેની પિટિશન ફગાવાઈ:૨૦૧૮માં આપી હતી, કોલેજિયમે જોયું જ હશે

નવીદિલ્હી,

એડવોકેટ લક્ષ્મણ ચંદ્રા વિક્ટોરિયા ગૌરીને મદ્રાસ હાઇકોર્ટના જજ બનાવવા વિરુદ્ધની અરજી સુપ્રીમ કોર્ટમાં થઈ હતી અને આ મામલે સુનાવણી શરૂ થઈ ગઈ છે. ગૌરી વિરુદ્ધ વકીલે તેની પોલિટિકલ કરિયરને ટાંકીને દલીલ કરી હતી કે ન્યાયાધીશ તરીકે શપથ લેનાર વ્યક્તિને બંધારણમાં સંપૂર્ણ વિશ્ર્વાસ હોવો જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભૂતકાળમાં એવું પણ બન્યું છે જ્યારે પોલિટિકલ બેકગ્રાઉન્ડ ધરાવતા લોકો સુપ્રીમ કોર્ટમાં પણ જજ બન્યા હતા.

ગૌરીની નિમણૂક સામે મદ્રાસ હાઈકોર્ટના ૨૨ વકીલોના જૂથ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે ગૌરી ભાજપના નેતા છે. વકીલોએ કહ્યું હતું કે વિક્ટોરિયા ગૌરીએ પણ ઈસ્લામ માટે ગ્રીન ટેરર અને ઈસાઈઓને વ્હાઈટ ટેરર ??જેવા નિવેદનો આપ્યા હતા.અગાઉ, સીજેઆઇ ચંદ્રચુડની અયક્ષતાવાળી બેંચે આ મામલાની સુનાવણી ૧૦ ફેબ્રુઆરીએ કરવાનું કહ્યું હતું, પરંતુ એડવોકેટ રાજુની વિનંતી પર કોર્ટ મંગળવારે તેની સુનાવણી કરવા સંમત થઈ હતી. વકીલોએ આ અંગે કોલેજિયમ અને રાષ્ટ્રપતિને પત્રો પણ લખ્યા છે.

નિમણૂક વિરૂદ્ધમાં દલીલ : વરિષ્ઠ વકીલ રાજુ રામચંદ્રને કહ્યું, ગૌરીને હાઈકોર્ટના જજ બનાવવાની ભલામણને ફગાવી દેવી જોઈએ. જે કોઈ જજ શપથ લેવા જઈ રહ્યા છે તેમના માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તેને બંધારણમાં સંપૂર્ણ વિશ્ર્વાસ હોય. ગૌરી જાહેરમાં જે નિવેદનો કરે છે તે જોતાં તે શપથ લેવા માટે અયોગ્ય સાબિત થાય છે. આ મામલો મદ્રાસ હાઈકોર્ટની નજરમાં હતો. પછી ૧૦.૩૫ વાગ્યે શપથ? ૧૦.૩૫નું શું મહત્વ છે? કોર્ટ ૫ મિનિટમાં નિર્ણય કરશે?

જસ્ટીસ સંજીવ ખન્ના: ભૂતકાળમાં એવા પ્રસંગો પણ બન્યા છે જ્યારે પોલિટિકલ બેકગ્રાઉન્ડ ધરાવતા લોકોની નિમણૂક કરવામાં આવી છે. જે નિવેદનોનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે તે ૨૦૧૮ના છે. હું માનું છું કે ગૌરી માટે ભલામણ કરતાં પહેલાં કોલેજિયમે આનો વિચાર કર્યો હશે.

નિમણૂક વિરૂદ્ધમાં દલીલ : સવાલ પોલિટિકલ બેકગ્રાઉન્ડનો નથી. હેટ સ્પિચ એ ચીજ છે જે સંપૂર્ણપણે બંધારણની વિરુદ્ધ છે. આ કારણે ગૌરી જજના શપથ લેવા માટે અયોગ્ય બની જાય છે. આ માત્ર ઓનપેપર શપથ હશે.જસ્ટીસ બીઆર ગવઈ: જજ બનતાં પહેલાં હું પણ પોલિટિકલ બેકગ્રાઉન્ડમાં હતો. હું ૨૦ વર્ષથી ન્યાયાધિશ છું અને ક્યારેય મારું પોલિટિકલ બેકગ્રાઉન્ડ મારી કરિયર આડે નથી આવ્યું.

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન વિક્ટોરિયા ગૌરીએ મદ્રાસ હાઈકોર્ટમાં જજ તરીકે શપથ લીધા હતા. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન વિક્ટોરિયા ગૌરીએ મદ્રાસ હાઈકોર્ટમાં જજ તરીકે શપથ લીધા હતા.આરોપ – ગૌરી ભાજપ મહિલા મોરચાની મહાસચિવ છે એડવોકેટ લક્ષ્મણ ચંદ્ર વિક્ટોરિયા ગૌરીને સોમવાર, ૬ જાન્યુઆરીએ મદ્રાસ હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં હતાં. આ પહેલાં સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ગૌરીના નામની ભલામણ રાષ્ટ્રપતિને મોકલતા જ મદ્રાસ હાઈકોર્ટના વકીલોએ તેનો વિરોધ શરૂ કરી દીધો હતો.

૨૨ વકીલોએ કોલેજિયમ અને રાષ્ટ્રપતિને પત્ર લખીને તેમને ન્યાયાધીશ ન બનાવવાની માગણી કરી હતી. વકીલોએ જણાવ્યું કે ગૌરી ભાજપ મહિલા મોરચાનાં મહાસચિવ છે. તેમને ન્યાયાધીશ બનાવવાથી ન્યાયતંત્રની સ્વતંત્રતા પર અસર પડી શકે છે. આ સાથે વકીલોએ પત્રમાં ગૌરીના વિવાદાસ્પદ નિવેદનોનો પણ ઉલ્લેખ કર્યો હતો.