ભાજપના વધુ એક ધારાસભ્યનો લેટરબોમ્બ, ’સરકારી સિસ્ટમ’ સામે ધારાસભ્યનો આરોપ

ગાંઘીનગર, ગુજરાતમાં અત્યારે ચૂંટણી બાદ પણ રાજકીય માહોલ સતત જામેલો છે. કારણ કે, અત્યારે બીજેપીના ધારાસભ્યે એક લેટર જાહેર કરીને ચર્ચાનો માહોલ જમાવ્યો છે. તમને જણાવી દઇએ કે, આ પહેલા કાનાણીએ વાયરલ કર્યો હતો જ્યારે અત્યારે ભાજપના ધારાસભ્ય સંજયસિંહ મહીડાનો લેટર વાયરલ થયો છે. આ લેટર વાયરલ થતાની સાથે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. કારણ કે, આ લેટરમાં ભાજપના જ ધારસભ્યએ ’સરકારી સિસ્ટમ’ સામે કામગીરીનો આરોપ લગાવ્યો છે. નોંધનીય છે કે, આ લેટરમાં મહુધાન ટીડીઓ સામે તપાસ માટે ડીડીઓને રજૂઆતને રજુઆત કરવામાં આવી છે.

સંજયસિંહ મહિડાએ લેટરમાં લખ્યું છે કે, ’મારા મહુધા વિધાનસભા મત-વિસ્તારના મહુધા તાલુકાના પ્રવાસ દરમિયાન લોકોની રજૂઆત મળેલ છે કે, તાલુકા વિકાસ અધિકારી દ્વારા પ્રાથમિક શાળાઓમાં આરઓ પ્લાન્ટ, વોટર કુલર ફાળવવામાં આવેલ છે, તે ઘણી નીચી ગુણવતાના અને ઉપયોગ પાત્ર નહીં હોવાનું જાણવા મળેલ છે’ આવી અનેક વિગતો સાથે સંજયસિંહ મહિડાએ લેટર ડીડીઓને રજૂઆત કરતો લેટર કર્યો છે.

તમને જણાવી દઇએ કે, કાનાણી બાદ હવે સંજયસિંહ મહીડાનો લેટર વાયરલ થયો છે. નોંધનીય છે કે,ધારાસભ્ય સંજયસિંહ મહીડાએ આ લેટરમાં ટીડીઓએ ગેરરીતિ કર્યાનો આરોપ લગાવ્યો છે. આ સાથે ટીડીઓ સામે તપાસ કરવા માટે ડીડીઓને પણ રજુઆત કરવામાં આવી છે. લેટરમાં ‘શાળામાં આરઓ પ્લાન્ટ, વોટર કુલર બિનઉપયોગી’ અંગે વાત કરવામાં આવી છે. મળતી વિગતો પ્રમાણે જીઇએમ પોર્ટલ પરથી ટીડીઓએ ખરીદી કરી હતી. આ સાથે સાથે અન્ય ચીજવસ્તુઓની ખરીદી અંગે પણ તપાસની માંગ કરવામાં આવી છે.

નોંધનીય છે કે, આ લેટરને લઈને અત્યારે ભારે ચર્ચાનું કેન્દ્ર જામ્યુ છે. કારણ કે, મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહીડાએ પોતાના લેટરમાં સરકારી કામગીરી પર સવાલો કર્યો છે અને કાર્યવાહી કરવાની માંગ કરી છે. તમને જણાવી દઇએ કે, વાયરલ લેટરમાં ‘શાળામાં આરઓ પ્લાન્ટ, વોટર કુલર બિનઉપયોગી’ અંગે વાત કરવામાં આવી છે. આ સાથે સાથે ટીડીઓ સામે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી ડીડીઓને રજૂઆત પણ કરવામાં આવી છે.