ભાજપના સંરક્ષણમાં એનપીપીએ મેધાલયને બેશર્મીથી લુંટયું છે : પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ

  • મેધાલયમાં ૬૦ બેઠકો માટે ૨૭ ફેબ્રુઆરીએ મતદાન થનાર છે.

શિમલા,

મેધાલય વિધાનસભા ચુંટણીની ૬૦ બેઠકો માટે ૨૭ ફેબ્રુઆરીએ મતદાન થનાર છે.આ બેઠકો પર ૩૭૫ ઉમેદવાર ચુંટણી મેદાનમાં પોત પોતાનું ભાગ્ય અજમાવી રહ્યાં છે મેધાલય ચુંટણી પર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ વિસેંટ પાલાએ ભાજપ અને એનપીપી પર પ્રહારો કર્યા હતાં.તેમણે કહ્યું કે ભાજપના સંરક્ષણમાં એનપીપીએ મેધાલયને બેશર્મીથી લુંટયું છે તેમણે કહ્યું કે આ ચુંટણીમાં સૌ મોટો મુદ્દો ભ્રષ્ટ્રાચારનો છે.

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે આ ચુંટણીમાં ભ્રષ્ટ્રાચાર મુખ્ય મુદ્દો છે.આ સરકાર(એનપીપીના નેતૃત્વમાં)એ રાજયને શર્મનાક રીતે લુંટયું છે કોઇ ડર નથી ભાજપ તેની રક્ષા કરી રહી છે આજ કારણ છે કે મેધાલય પૂર્વોત્તરનું સૌથી ગરીબ રાજય છે.તેમણે કહ્યું કે આ પહેલા અમારા મોટાભાગના ઉમેદવારો ધો.૧૦ અથવા ૧૨ના સ્નાતક છે પરંતુ આજની સ્થિતિમાં અમારી પાસે આઇઆઇએમ અને આઇઆઇટી કરેલા ઉમેદવાર છે.એકે અમારી પાર્ટીમાં સામેલ થવા માટે સરકારી નોકરીમાંથી રાજીનામુ આપી દીધુ છે.તેમાંથી કેટલાકની કોર્પોરેેટ પૃષ્ઠભૂમિ  છે.તેમાં એક વ્યાખ્યાતા છે.અમારી પાસે ૧૦ મહિલા ઉમેદવારો છે.તેમણે કહ્યું કે આથી ખબર પડે છે કે અમારી પાસે એવા અનેક ઉમેદવાર છે જેમણે અમારી સાથે જોડાવવા માટે પોતાની નોકરી છોડી દીધી જો તેમને કોંગ્રેસમાં કોઇ સંભાવના નજરે ન પડી હોત તો તે અમારી સાથે કેમ આવત.

એ યાદ રહે કે આગામી મેધાલય વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસ સંધર્ષરત છે રાજયમાં પાર્ટીના લોકસભા સાંસદ વિન્સેંટ પાલા એક મુખ્ય ચહેરા તરીકે ઉભરી આવ્યા છે.વર્ષ ૨૦૧૮ની વાત કરીએ તો રાજયમાં કોંગ્રેસ ૨૧ ધારાસભ્યોની સાથે સૌથી મોટી પાર્ટી હતી પરંતુ સત્તાના સિંહાસન સુધી પહોંચી શકી નહીં. કોનરાડ સંગમાની પાર્ટી એનપીપી ૧૯ બેઠકો જીતી બીજા નંબર પર હતી યુડીપીના છ,પીડીએફ ચાર,ભાજપ અને એચએસપીડીપીને બે બે બેઠકો મળી હતી કોંગ્રેસને સત્તામાંથી બહાર રાખવા માટે કોનરાડ સંગમાએ ભાજપ યુડીપી પીડીએફ એચપીપીડીપી અને એક અપક્ષની સાથે મળી સરકાર બનાવી અને તે રાજયના મુખ્યમંત્રી બન્યા હતાં મમતા બેનર્જીના નેતૃત્વવાળી ટીએમસીની રાજયમાં એન્ટ્રી બાદ કોંગ્રેસ પાસેે વર્તમાન સમયમાં એકેય ધારાસભ્ય નથી અનેક લોકો કહે છે કે ઓગષ્ટ ૨૦૨૧માં કોંગ્રેસની રાજય એકમના અધ્યક્ષના રૂપમાં પાલાની નિયુક્તિના કારણે પાર્ટીનું વિધટન થયું.