ભાજપનાં સાંસદને ટ્રેનમાં મચ્છરે કરડ્યું તો અટકાવી દેવાઈ આખી ટ્રેન,

લખનૌ,સામાન્ય રીતે સામાન્ય માણસો ટ્રેનમાં મુસાફરી કરે છે અને ટ્રેનોમાં સફાઈ કેવો ખ્યાલ રાખવામાં આવે છે, તેનાંથી સૌ કોઈ વિદિત છે. લખનૌથી દિલ્હી જતી ગોમતી એક્સપ્રેસ ખૂબ જ ગંદી હતી અને મચ્છરો પણ કરડતા હતા. ઇટાહના સાંસદ રાજવીર સિંહ પણ ટ્રેનના ૐ૧ કોચમાં મુસાફરી કરી રહ્યા હતા. મચ્છર કરડવાની ફરિયાદ પર, રેલ્વે અધિકારીઓ એક્શનમાં આવ્યા અને ટ્રેન ઉન્નાવ પહોંચી ત્યારે તેને સાફ કરવા અને તેને મારવા માટે સ્પ્રે કરાવ્યું.

ટ્રેન ૧૨૪૧૯ ગોમતી એક્સપ્રેસ ચારબાગથી દિલ્હી માટે રવાના થઈ. ટ્રેનમાં મુસાફરી કરી રહેલા માન સિંહે ટ્વિટર પર ફરિયાદ નોંધાવી હતી કે ઇટાહના સાંસદ રાજવીર સિંહ પણ ટ્રેનના પહેલા એસી કોચ ૐ૧માં મુસાફરી કરી રહ્યા હતા. આ ટ્રેનના ટોયલેટ ગંદા છે અને મચ્છરો પણ કરડે છે. જેના કારણે સાંસદ માટે ટ્રેનમાં મુસાફરી કરવી મુશ્કેલ બની ગઈ છે. આ ટ્વિટ બાદ રેલવે અધિકારીઓ એક્શનમાં આવી ગયા હતા.

કોલકાતાથી જમ્મુ તાવી જઈ રહેલી ટ્રેન નંબર ૧૩૧૫૧ કોલકાતા-જમ્મુ તાવી એક્સપ્રેસના થર્ડ એસી કોચ બી-૪ના મુસાફરોએ શૌચાલયમાં પાણી ન આવવાની ફરિયાદ નોંધાવી હતી. તેમની ફરિયાદ પર માત્ર આશ્ર્વાસન આપવામાં આવ્યું હતું. આ પછી મુસાફરોએ ટ્રેનમાં હોબાળો મચાવ્યો હતો.