- ભાજપનો સંકલ્પ પત્ર વિક્સીત ભારતના ચાર મજબૂત સ્તંભ જેમા યુવા,મહિલા.ગરીબ,ખેડૂતોને સશક્ત કરનારુ જાહેર કરવામા આવ્યું છે.
ગાંધીનગર, ભાજપના સંકલ્પ પત્રમા આપેલા દરેક મુદ્દાને જમીની સ્તરે પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. ભાજપનો સંકલ્પ પત્ર વિક્સીત ભારતના ચાર મજબૂત સ્તંભ જેમા યુવા,મહિલા.ગરીબ,ખેડૂતોને સશક્ત કરનારુ જાહેર કરવામા આવ્યું છે. આ સંદર્ભે રાજયના સીએમ ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પત્રકાર પરિષદને પ્રદેશ મીડિયા સેન્ટર,એસ.જી હાઇવે અમદાવાદ ખાતે સંબોધી હતી. આ પત્રકાર પરિષદમા મહામંત્રી રજનીભાઇ પટેલ,મુખ્ય પ્રવક્તા યમલભાઇ વ્યાસ,પ્રદેશ મીડિયા કન્વીનર ડો.યજ્ઞેશભાઇ દવે, પ્રદેશ મીડિયા સહ કન્વીનર ઝુબિનભાઇ આશરા ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંકલ્પ પત્ર અંગે જણાવ્યું હતુ કે જનતાની સેવા કરવાની ગેરંટીનુ સંકલ્પ લઇને ભાજપ આવ્યુ છે. દેશની જનતાએ આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ પ્રત્યે દ્રઢ વિશ્વાસ રજૂ કર્યો છે અને આ વખતે પણ જનતા જનાર્દનના આશીર્વાદથી મોદી સાહેબના નેતૃત્વમા ૪૦૦ થી વધુ બેઠકો જીતાડશે તેવો વિશ્વાસ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ગુજરાત અને દેશમા સુશાસનનો પાયો મજૂબૂત કર્યો છે તેના કારણે ગુજરાતમા તમામ ૨૬ બેઠક પર જનતાના આશીર્વાદથી ભવ્ય જીત મળશે.
ભુપેન્દ્રભાઇ પટેલે વધુમા જણાવ્યું કે, સંકલ્પ પત્ર વિક્સીત ભારત ૨૦૪૭ને સાકાર કરવાનો રોડ મેપ છે.મોદી સાહેબના નેતૃત્વમા ભારતની અર્થવ્યવસ્થા પાંચમા નંબરે પહોચી છે. દેશની જનતાને મફત અનાજ યોજના જાહેર કરી છે તે આગામી સમય સુધી ચાલુ રાખવાની જાહેરાત કરી છે. ભાજપ એક એવી પાર્ટી છે કે જેની પાસે રાષ્ટ્રના વિકાસનો સંકલ્પ છે. રાષ્ટ્ર પ્રથમના સિંદ્ધાતથી ચાલતી પાર્ટી કોઇ હોય તો તે ભાજપ છે. મોદી સાહેબે મેક ઇન ઇન્ડિયા,ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાચુ કરી બતાવ્યુ છે. મોદી સાહેબે જે કાર્યનુ ભૂમિ પૂજન કરે તેનુ લોકાર્પણ પણ કરે અને જેટલુ કહ્યુ તેટલુ કરી બતાવે છે તે જ મોદીની ગેરંટી છે. સંકલ્પ પત્ર ૨૦૨૪ દેશના દરેક વર્ગ,સમાજ,નાગરીકોના જીવનના પરિબળોને ધ્યાને રાખી તૈયાર કરવામા આવ્યું છે.
ભુપેન્દ્રભાઇ પટેલે વધુમા જણાવ્યું કે, મોદી સાહેબે પીએમ સૂર્ય ઘર યોજના થકી મફત વીજળી તેમજ દેશને ઓટો હબ,ગ્રીન એનર્જી,સેમિકન્ડકટર હબ, વૈશ્વિક મેન્યુફેકચરિંગ હબ આંતકવાદ સામે ઝીરો ટોલરન્સ અને રમત ગમત ક્ષેત્રનો વિકાસ, વન નેશન વન ઇલેકશન ,યુનિફોર્મ સિવિલ કોર્ડનો કાર્યો સુનિશ્ચિત કરશે. ભાજપ જે કહેવુ તે કરવુ તેવી વિકાસની નીતિને અનુસરે છે. ભાજપનો સંકલ્પ પત્ર ભાજપના સુશાસનનો વિઝન ડોક્યુમેન્ટ છે. આ સંકલ્પ પત્ર જનતા માટે ગેરંટી કાર્ડ સાબિત થશે અને જનતા આ સંકલ્પ પત્રને વધાવશે અને મોદી સાહેબને ફરી એક વાર વડાપ્રધાન બનાવશે તેમજ ૪૦૦ થી વધુ બેઠકો જીતશે તેવો વિશ્વાસ છે.
સી.આર.પાટીલે સંબોધન કરતા મીડિયાને જણાવ્યું કે, ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વિશેષ ઉપસ્થિતિમા તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડા,રાજનાથસિંહ તેમજ દેશના ગૃહમંત્રી અમિતભાઇ શાહની ઉપસ્થિતિમા સંકલ્પ પત્ર જાહેર કરાવામા આવ્યો છે. સંકલ્પ પત્રમા ૨૪ જેટલા મહત્વના મુદ્દાનો સમાવેશ કરવામા આવ્યો છે. કોંગ્રેસના સમયમા આંતકવાદથી ગ્રસ્ત દેશ આજે સુરક્ષીત દેશ બન્યો છે તેની ગેરંટી મોદી સાહેબે આપી છે. પહેલા સમાચારમા હેડલાઇન બનતી કે આંતકવાદીઓએ નિર્દોશ વ્યક્તિઓના જીવ લીધા પરંતુ મોદી સાહેબના નેતૃત્વમા આંતકવાદની ઘટનાથી દેશને સુરક્ષીત રાખ્યો છે.