ગોધરા, ગોધરા શહેરમાં આજરોજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા વિશાળ જનસભાને સંબોધન કરવામાં આવ્યું હતું. ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલ જન સંપર્ક અભિયાન અંતર્ગત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા પંચમહાલ, મહીસાગર અને દાહોદ સહિત ખેડા જિલ્લાના કાર્યકરોને સંબોધન કરવામાં આવ્યું હતું. જગતપ્રકાશ નડ્ડા દ્વારા સરકારની વિવિધ સિદ્ધિઓ લોકો સમક્ષ રજૂ કરીને લોકસભાની ચૂંટણીઓ માટે કામે લાગી જવા હાકલ કરી હતી.
પંચમહાલ જિલ્લાના મુખ્યમથક ગોધરા નજીક આવેલ પંચમહાલ ડેરીની બાજુમાં આવેલ મેદાન ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની ઉપસ્થિતિમાં વિશાળ જનસભા યોજવામાં આવી હતી. ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલ જનસંપર્ક અભિયાન અંતર્ગત આ વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપના વિવિધ ભાજપના હોદ્દેદારો, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને ખેડા જિલ્લાના સાંસદ સભ્યો, ધારાસભ્યો, વિવિધ હોદ્દેદારો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલા સંપર્કથી સમર્થન અંતર્ગત યોજાનાર વિશાળ જનસભાને લઈને ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. વરસાદ વરસાદમાં ડોમમાં મુકવામાં આવેલી તમામ ખુરશીઓ ભરાઈ ગઈ હતી. કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા અનેક યોજનાઓ દેશના તમામ વર્ગો માટે આપવામાં આવી છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ કોંગ્રેસ દ્વારા માત્ર વાયદાઓ કરીને ભૂલી જવામાં આવેલા પણ કામો મોદી દ્વારા કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વ ફલક ઉપર ભારતને સર્વોચ્ચ સ્થાને લઈ ગયા છે. નરેન્દ્ર મોદીની છેલ્લા નવ વર્ષની સરકારની વિવિધ યોજનાઓની સફળતાઓની આંકડાકીય માહિતી તેઓ દ્વારા આપવામાં આવી હતી. જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા વિકાસના વિવિધ કામો જેવા કે નેશનલ હાઇવે ના નિર્માણ બુલેટ ટ્રેન વંદે ભારત ટ્રેન તેમજ યુવાઓને રોજગાર ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આપવામાં આવતી સહાય સહિતની યોજનાઓને આંકડાકીય માહિતી આપી હતી તો બીજી તરફ હવે પક્ષી પાર્ટીઓને પણ આડે હાથે લેતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ હોય તૃણમૂલ કોંગ્રેસ હોય શિવસેના હોય માયાવતી હોય અખિલેશ યાદવ હોય આ તમામ લોકો પરિવાર વાદમાં માને છે અને તેઓએ પોતાના પરિવારનું જ વિચાર્યું છે દેશનું વિચાર્યું નથી. જ્યારે નરેન્દ્ર મોદીએ છેલ્લા નવ વર્ષથી દેશ માટે જ વિચાર્યું છે અને દેશ માટે જ રાત દિવસ કામ કરી રહ્યા છે.
આમ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ આગામી લોકસભાની ચૂંટણીઓમાં પણ ભાજપ જંગી બહુમતીથી વિજયી થશે, તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.