ભાજપના નેતાઓનો બેફામ વાણીવિલાસ, ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધીને નપુંસક કહ્યાં

જુનાગઢ,લોક્સભાની ચૂંટણીનો માહોલ હવે બરાબરનો જામ્યો છે. ત્યારે ગુજરાતમાં હવે ભાજપના નેતાઓ બેફામ નિવેદનબાજી પર ઉતરી આવ્યા છે. ચૂંટણી પ્રચારમા ભાજપના નેતાઓ ભાન ભૂલી રહ્યાં છે. રૂપાલા તેનું સળગતુ ઉદાહરણ છે. રૂપાલાના એક નિવેદનથી આખા રાજપૂત સમાજે તલવાર તાણી છે. ત્યાં ગઈકાલે જુનાગઢના ભાજપના નેતા કિરીટ પટેલે વિવાદિત નિવેદન આપીને માફી માંગી હતી. ત્યારે ભાજપના વધુ એક નેતાનો બફાટ સામે આવ્યો છે. પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ભાજપ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે રાહુલ ગાંધીને નપુંસક ગણાવ્યા છે. ત્યારે દેશભરમાં કોંગ્રેસી કાર્યર્ક્તાઓમાં ભૂપત ભાયાણીના આ નિવેદન સામે રોષ જોવા મળ્યો છે.

ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય ભુપત ભાયાણીનો બફાટ હાલ વાયરલ થયો છે. વિસાવદર ખાતે ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે વિવાદિત નિવેદન આપતા ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધીને નપુંસક કહ્યાં છે. તેમણે કહ્યુ હત કે, રાહુલ ગાંધી જેવા નપુંસક વ્યક્તિના હાથમાં દેશની કમાલ નસો આપી શકાય. આમ, વિસાવદર મયસ્થ કાર્યાલય પ્રસંગે વધુ એક ભાજપી નેતાએ વાણી વિલાસ કર્યો છે. જોકે, આ બાદ તેમણે પ્રતિક્રીયા આપતા કહ્યું કે, કાલનો રાહુલ ગાંધી માટે મારો શબ્દ પ્રયોગ ચૂંટણીલક્ષી પ્રચારનો એક ભાગ છે.

ગુજરાતના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી દ્વારા રાહુલ ગાંધી પર ટિપ્પણી કરવાનો મામલે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાને ભાજપને આડે હાથ લીધા છે. તેમણે કહ્યું કે, આ બાબતે ભાજપ ભુપત ભાયાણી વિરુદ્ધ કાર્યવાહી કરે. આ પ્રકારનું નિવેદન યોગ્ય નથી, પણ નિંદનીય છે. કોંગ્રેસ આલાકમાન આ બાબતે કાર્યવાહી કરશે. હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ કરવામાં આવશે.

ગઈ કાલે જૂનાગઢના વિસાવદરમાં ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાના કાર્યલયના ઉદ્ગાટન પ્રસંગે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હતું. તેમણે કહ્યું કે, ‘હિન્દુસ્તાનમાં એક સમય એવો હતો કે રાજાની પટરાણી બોબડી હોય, લુલી હોય, લંગડી હોય પણ તેના કુખેથી જે દીકરો પેદા થતો હતો એ રાજા બનતો હતો અને હવે રાજા મતપેટીમાંથી પેદા થાય છે. મતલબ કે, અગાઉના સમયમાં ગમે તેવી પટરાણી હોય તેની કુખે થી જે દીકરાનો જન્મ થતો તેને રાજા બનાવવો પડતો હતો. હવે પ્રજાએ ચૂંટીને રાજા બનાવવાનો છે. આ મુદ્દાએ પણ રાજકીય માહોલ ગરમાવી દેતા કિરીટ પટેલે બાદમાં માફી માંગવી પડી છે.

તો બીજી તરફ, રાજા રજવાડાએ રોટી બેટીના વ્યવહાર કર્યા હોવાનો વિવાદસ્પદ નિવેદન રૂપાલાએ આપ્યું હતું. આ મુદ્દે સમગ્ર ગુજરાત અને દેશભરમાં ક્ષત્રિયોમાં ભારે વિરોધનો સુર ફાટી નીકળ્યો છે. રૂપાલા સામે હજી પણ રાજપૂતોનો વિરોધ ઓછો થયો નથી.