સાંસદમાં હિન્દુઓ અંગેના લોક્સભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના નિવેદન બાદ ભડકી વિરોધની આગ. સુરત અને અમદાવાદ સહિત ગુજદરાત વિવિધ શહેરોમાં વિરોધ જોવા મળ્યો. ખાસ કરીને આ મામલે સુરતમાં ભાજપના એક કાર્યકરે પોલીસ સ્ટેશનમાં રાહુલ ગાંધી વિરુદ્ધ અરજી કરી છે. રાહુલ ગાંધી સામે સિંગણપોર પોલીસ સ્ટેશન માં અરજી આપી. રાહુલ ગાંધીના નિવેદનને લઈ ગુનો નોંધવા માટે અરજી કરી. અગાઉ રાહુલ ગાંધીને વિવાદિત ટિપ્પણીને કારણે કોર્ટના ધક્કા ખાવાનો વારો આવ્યો હતો.
રાહુલ ગાંધી નિવેદન બાદ અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે બબાલનો મામલો ભારે ચર્ચામાં છે. સમગ્ર મામલામાં એલિસબ્રીજ પોલીસે બે અલગ અલગ ફરિયાદ નોંધી છે. આ બે પૈકી એક ફરિયાદ માં ૫ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે કોંગ્રેસના પાંચ આગેવાનોની ધરપકડ કરી છે. બીજી ફરિયાદ ને લઈ ને પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
લોક્સભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું. કોંગ્રેસ કાર્યલાય બહાર થયેલા હિંસક પથ્થરમારા મુદ્દે પોસ્ટ કરી. ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર કાયરતાપૂર્ણ અને હિંસક હુમલો. ભાજપ અને સંઘ પરિવાર વિશેના મારા મુદ્દાને વધુ મજબૂત બનાવે છે. ભાજપના લોકો હિંદુ ધર્મના મૂળ સિદ્ધાંતોને સમજતા નથી. ગુજરાતની જનતા તેમના જુઠ્ઠાણાથી સ્પષ્ટપણે જોઈ શકે છે. જનતા ભાજપ સરકારને નિર્ણાયક પાઠ ભણાવશે. હું ફરી કહું છું ગુજરાતમાં ઇન્ડિયા જીતવા જઈ રહ્યું છે.
અમદાવાદમાં થયેલાં પથ્થરમારા કેસમાં કોંગ્રેસના પાંચ કાર્યર્ક્તાઓની ધરપકડ કરવામાં આવી છે પાંચેય કાર્યર્ક્તાઓને એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યા છે .પાંચેય કાર્યર્ક્તા ઉપર ભારતીય ન્યાય સંહિતા ઉપર ગુનો નોંધવામાં આવ્યો. સંજય બ્રહ્મભટ્ટ અમદાવાદ શહેર પ્રવક્તા ની પણ કરવામાં આવી ધરપકડ. સંજય બ્રહ્મભટ્ટના પત્ની પદ્માબેન બ્રહ્મભટ્ટ છે ઇન્ડિયા કોલોની વોર્ડના કોર્પોરેટર. કોંગ્રેસના મનીષ ઠાકોર જેઓ નારણપુરા વોર્ડ પ્રમુખ છે. મુકેશ દંતાણી જેઓ અમદાવાદ શહેરના કોંગ્રેસ ઉપપ્રમુખ છે. કોંગ્રેસ કાર્યર્ક્તા વિમલ કંસારાની પણ કરવામાં આવી ધરપકડ. એનએસયુઆઇ પ્રવક્તા હર્ષ પરમારની પણ ધરપકડ કરવામાં આવી છે.