પટણા, ૧૩મી જુલાઈએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ અને પ્રશાસનિક અને પોલીસ અધિકારીઓ વિરુદ્ધ ભાજપના કાર્યર્ક્તાઓ પર લાઠીચાર્જ કરવા અંગે ફરિયાદ નોંધવાની અરજી કરવામાં આવી છે. જેમાં પટના સિવિલ કોર્ટમાં હત્યા, હત્યાનો પ્રયાસ અને છેડતી સહિતના અન્ય વિવિધ આરોપો હેઠળ ફરિયાદ કેસ દાખલ કરવામાં આવ્યો છે સીજીએમ કોર્ટમાં ફરિયાદ કેસ માટે બીજેપી નેતા કૃષ્ણ સિંહ કલ્લુ દ્વારા અરજી આપવામાં આવી છે.
ફરિયાદી વતી એડવોકેટ સુનીલ કુમાર સિંહે કહ્યું હતું કે આરોપીઓ વિરુદ્ધ કલમ ૩૦૨, કલમ ૩૦૭, કલમ ૩૪૧, કલમ ૩૨૩ સહિત વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલામાં મુખ્યમંત્રી નીતીશ કુમાર, નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ, પટનાના ડીએમ, પટનાના એસએસપી સહિત ૬ લોકો વિરુદ્ધ ફરિયાદનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે ૧૩ જુલાઈના રોજ ભાજપે પટનામાં વિધાનસભાનો ઘેરાવ પ્રદર્શિત કર્યો હતો. જ્યારે ભાજપની રેલી ગાંધી મેદાનથી વિધાનસભા તરફ આગળ વધી રહી હતી ત્યારે ભીડની પોલીસ સાથે અથડામણ થઈ હતી. આ દરમિયાન પોલીસ દ્વારા બળપ્રયોગ કરવામાં આવ્યો હતો. લાઠીચાર્જમાં ભાજપના અનેક સાંસદો, ધારાસભ્યો અને નેતાઓ ઘાયલ થયા હતા. તે જ સમયે, વિજય કુમાર સિંહ નામના બીજેપી નેતાનું મોત થયું હતું. ભાજપે વિજય સિંહના મોત માટે પોલીસના લાઠીચાર્જને જવાબદાર ગણાવ્યું હતું, પરંતુ પોલીસે તેને નકારી કાઢ્યું હતું.