ભાજપના અગ્રણી નેતા અમિત શાહના જન્મદિવસે વડાપ્રધાન સહિતના નેતાઓએ શુભેચ્છા પાઠવી

નવીદિલ્હી, ભારતીય રાજનીતીમાં અમિત શાહની ગણતરી ભારતીય રાજકારણના દિગ્ગજ નેતાઓમાં થાય છે.આજે તેમનો જન્મ દિવસ છે તેઓ ૫૯ વર્ષના થયા છે તેમના જન્મ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય મંત્રીઓ.ભાજપના આગેવાનો સહિત વિવિધ પક્ષના નેતાએ તેમને શુભેચ્છા પાઠવી છે. ગુજરાતના મુખ્ય પ્રધાને પણ અમિત શાહને શુભેચ્છા પાઠવી છે ભાજપના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ આપી શુભેચ્છા પાઠવી છે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે અમિત શાહને શુભેચ્છા આપી છે.

ભારતીય રાજનીતીમાં અમિત શાહને ભાજપના ચાણક્ય કહેવામાં આવે છે. આપ બળે તેમણે ઘણા રાજ્યોમાં ભાજપની સરકાર બનાવી છે.અમિત શાહનો આજે (૨૨ ઓક્ટોબર)જન્મ દિવસે છે.અમિત શાહ આજે ૫૯ વર્ષના થયા છે.

શાહનો જન્મ મુંબઈમાં થયો હતો. ૨૦૧૪ની લોક્સભા ચૂંટણીમાં અમિત શાહના નેતૃત્વમાં ભાજપને જીત મળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉદય પાછળ અમિત શાહની વ્યૂહરચના હતી. તેમની રાજકીય કારકિર્દી ૧૯૮૦માં શરૂ થઈ હતી. ત્યારથી લઈને અત્યાર સુધી તેઓ સતત સત્તાની સીડી ચઢી રહ્યા છે અને આજે તેઓ દેશના ગૃહમંત્રી તરીકે સેવા આપી રહ્યા છે.તેમની રાજકીય કારકિર્દી ૧૯૮૦માં શરૂ થઈ હતી. ત્યારથી લઈને અત્યાર સુધી તેઓ સતત સત્તાની સીડી ચઢી રહ્યા છે અને આજે તેઓ દેશના ગૃહમંત્રી તરીકે સેવા આપી રહ્યા છે.